મોરબી જિલ્લામાં ફરી એકવાર શીત લહેર શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 2-3 દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો હાલ 11-12 ડીગ્રી સુધી ગગડી રહ્યો છે. બુધવારે જિલ્લામાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી જ્યારે મહતમ તાપમાન 21 ડીગ્રી રહ્યું હતું.તો દિવસ દરમિયાન ઠંડા પવન ફૂંકાયા હતા, જેના કારણે ભારે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આઈએમડીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં શીત લહેરની સ્થિતિ યથાવત્ રહેશે. આગામી સપ્તાહમાં હજુ પણ ઠંડીનું મોજું ફરી વળશે અને લઘુત્તમ તાપમાન 10 ડીગ્રી સુધી ગગડશે અને ત્યારબાદ તીવ્રતામાં ઘટાડો થશે.
હજુ ઠંડીનું જોર વધતા લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. જેમાં ગરમ વસ્ત્રો પહેરીને જ ઘરની બહાર નીકળવા જણાવ્યું છે. આ ઉપરાંત વ્હેલી સવારે અને રાત્રે જરૂર ન હોય તો બહાર ન નીકળવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો બાળકોની પણ કાળજી લેવા સૂચના આપવામાં આવી છે. જેમાં સવારે બાળકોને શાળાએ મોકલતા પહેલા તેઓને યોગ્ય રીતે સંપૂર્ણપણે શરીર ઢંકાય તેવા ગરમ વસ્ત્રો પહેરાવવાની કાળજી રાખવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.