તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બોલેરો ચાલકની આધેડને ઠોકરે ચઢાવી મારી નાખવાની ધમકી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં શખ્સે ભૂલ કરી લાજવાને બદલે ગાજયો
  • પોલીસે આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું

મોરબીના લીલાપર ગામ નજીકથી સ્કુટર લઇને જતા આધેડના સ્કુટરને અડફેટમાં લઇને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

લીલાપર ગામે રહેતા જયંતીભાઈ છગનભાઇ મકવાણા (ઉ.વ.58) તેમનું સ્કૂટર લઈને જતા હતા અને તેઓ જ્યારે લીલાપરથી મોરબી જતા રસ્તે દામાભાઇ ભોયાની પંચરની દુકાન પાસેથી નીકળ્યા હતા ત્યારે બોલેરોના ચાલક ભરત સોઢીયાએ તેમના સ્કુટરને પાછળના ભાગેથી અડફેટે લેતા જયંતિભાઈ મકવાણાને ખભા તથા કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી અને અકસ્માત બાદ સામે ભરત સોઢીયા દ્વારા જયંતિભાઇને ગાળો ભાંડીને જાતિપ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી જયંતિભાઈએ બોલેરોના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળના આ ગુનામાં એસસીએસટી સેલના ડીવાયએસપી ઉપાધ્યાય અને તેની ટીમે ભરત મેસૂરભાઈ સોઢીયાને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...