દુર્ઘટના‎:મોરબી-કચ્છ હાઇવે પર બોલેરોનું‎ ટાયર ફાટતાં અકસ્માત, 9ને ઇજા‎

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવડીમાં મંડપનું કામ પતાવી માંડવી આવતી વખતે દુર્ઘટના‎

મોરબી કચ્છ નેશનલ હાઇવે પર ગાળા ગામ પાસે બોલેરો પીકઅપ ગાડીનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેનાં કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર બેકાબુ બની જતા અકસ્માત સર્જાયો હતો જેના કારણે કારમાં બેઠેલા 9 વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોલેરોમા સવાર તમામ લોકો વાવડી ગામે મંડપનું કામ પતાવીને પરત અંજાર ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ગોધારાનાવતની અને હાલ કચ્છના અંજાર સ્થિત મંડપ સર્વિસમાં કામ કરતા 9 જેટલા મંડપ સર્વિસના કારીગરો બોલેરો કારમાં આજે મોરબીના વાવડી ગામે કોઈ પ્રસંગ માટે મંડપનું કામ કરવા આવ્યા હતા અને નાની વાવડી ગામે મંડપનું કામ પતાવીને આ બધા કારીગરો પોતાની બોલેરો કારમાં બેસીને પરત અંજાર જતા હતા. ત્યારે મોરબીના ગાળા ગામ પાસે બોલેરો ગાડીનું અચાનક ધડાકાભેર ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઈશ્વર બુધા નાયક ઉ.વ 19, અશ્વિન રંગીત બારીયા, કાળું નાયક ઉ.વ. 20, રાજેશ છત્રક બારીયા ઉ.વ.24, રમેશ ડામોર ઉ.વ.30, વિક્રમ રંગીત બારીયા ઉ.વ. 27, દિલીપ ડામોર ઉ.વ.30 અને અન્ય 2 બેને સામાન્ય સહિત 9 વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.