તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌવંશ બચાવ્યા:મોરબીના આમરણ ગામ નજીક ગૌવંશ ભરેલી બોલેરો પકડાઈ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીએચપીના કાર્યકર્તાઓએ 2 ગૌવંશ બચાવ્યા

જામનગર-માળિયા હાઇવે પર ગૌવંશ ભરીને બોલેરો કાર નીકળી હોવાની અને માળિયા તરફ જતી હોવાની ગૌ રક્ષકોને માહીતી મળી હતી. જેના આધારે મોરબી વિહિપ અધ્યક્ષ સહિતના ગૌરક્ષકોએ વિરપરડા ગામના પાટીયા પાસે આ બોલેરો રોકાવી બે ગૌવંશ ભરીને નીકળેલા બે શખ્સને ઝડપી લીધા હતા અને ગૌવંશ બચાવી આરોપીઓને તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા સહિતના ગૌરક્ષકોને ટીમને બાતમી મળી હતી કે, જામનગર તરફથી આવતી બોલેરો પીકઅપ કાર નંબર જીજે-10-TV 3171માં ગૌવંશ ભરેલા છે અને આ ગાડી માળિયા તરફ ગૌવંશની કતલ કરવા જઈ રહ્યા છે. જેને પગલે ગૌરક્ષકોની ટીમે આમરણ ગામ નજીક વિરપરડા ગામના પાટીયે વોચ ગોઠવી જામનગર તરફથી આવેલી બોલેરો ચેક કરતા બે ગૌવંશ ભરેલા હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલી ગાડી ઝડપી લઈ તુરંત જ મોરબી કંટ્રોલને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પશુઓને કતલખાને લઈ જઈ રહેલા બોલેરો ગાડીના ડ્રાઇવર રઘુભા રણુભા ચુડાસમા તથા ગાડીમાં સાથે રહેલા રૂડાભાઇ ટપુભાઈ પરમારને ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...