તસ્કરી:ફેક્ટરીમાંથી 3.27 લાખનો માલ ભરી બોલેરોચાલક ફરાર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના પીપળિયા નજીકના કારખાનામાંથી માલ ભર્યો હતો
  • વાહનના માલિકે પણ હાથ ઊંચા કરી દેતાં બન્ને વિરુદ્ધ ફરિયાદ

મોરબી તાલુકાના વુડ પલ્પ પેનલ એલએલપીમા કારખાનામાંથી અલગ અલગ માલ મળી ૩ લાખથી વધુની છેતરપિંડી આચરાઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. મોરબીના રવાપર રોડ પર આવેલા ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા મિહિરભાઈ ત્રિભોવનભાઈ અઘારાની મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી કંપનીમાંથી જીજે 23 એ ટી0725 નમ્બરની બોલેરો કારમાં ગત 29 સપ્ટેમ્બરના રોજ રૂ.3,27,540ની કિંમતના પાર્ટીકલ બોર્ડ એટલે કે ભૂંસા બોર્ડના પાટિયા ભરીને અમદાવાદ ખાતે આવેલ પ્રાઈમ પેનલ્સ ડિલરને ત્યાં આપવા રવાના થયા હતા.

પરંતુ GJ-23-AT-0725ની કાર નક્કી કરાયેલા સ્થળે ન પહોંચતા આ અંગે અમદાવાદના ડીલરે તપાસ કરાવતા અહીંથી વાહન નીકળી ગયું હોવાનું જણાવ્યું હતું, જે અંગે વધુ તપાસ કરતા ફેક્ટરીમાંથી ડીલર સુધી આ માલ પહોંચ્યો જ નથી અને ભૂંસા બોર્ડના પાટિયા લઈ બોલેરો કારનો ચાલક મયુરભાઇ ફરાર થઈ ગયો હતો.

આ અંગે બોલેરો માલિક મયુરસિંહને જાણ કરતા તેણે પણ હાથ અઘ્ધર કરી દેતા મિહિરભાઇએ ચાલક મયૂરભાઈ અને બોલરોના માલિક મયુરસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3.27 લાખની કિંમતનો માલ હડપ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...