અકસ્માતે એકનું મોત:હળવદના નવા ધનાળાના પાટિયા નજીક આઈસર પાછળ બોલેરો અથડાઈ, પોલીસ ફરિયાદ દાખલ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક આઈસર ટ્રક ઉભું હોય જેની પાછળ બોલેરો પીકઅપ કાર અથડાઈ હતી. જે અકસ્માતમાં બોલેરો કારમાં સવાર યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જે બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અમદાવાદના રહેવાસી સંજયભાઈ રમણભાઈ સોડાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આઈસર ટ્રક જીજે 12 બીએક્સ 4547ના ચાલકે નવા ધનાળા ગામના પાટિયા નજીક આઈસર ટ્રક રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરી પાર્કિંગ લાઈટ ચાલુ નહી રાખી આવતા જતા લોકોની જિંદગી જોખમાય તે રીતે આઈસર ટ્રક ઉભું રાખ્યું હતું. જેને પગલે ફરિયાદીના સાઢુભાઈ પોપટભાઈ સોમાભાઈ ઠાકોર (ઉ.વ.30) રહે રઘવાણજ તા. માતર ખેડા જીલ્લા વાળા પોતાની બોલેરો પીકઅપ કાર જીજે 27 એક્સ 9587 લઈને જતા હોય ત્યારે આઈસર પાછળ બોલેરો અથડાઈ હતી. જે અકસ્માતમાં ફરિયાદીના સાઢુભાઈ પોપટભાઈ ઠાકોરનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. હળવદ પોલીસે આઈસર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...