• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Body Of Youth Found In Suspicious Condition From Chachapar Village Of Morbi Taluka; Suspecting A Murder, The Police Set The Wheels Of Investigation In Motion

મોરબીમાં થયેલી હત્યાનો ચોંકાવનારો ખુલાસો:ચાચાપર ગામમાં સગા દીકરાએ જ માતા સાથે બે વાર ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો; આખરે ભાઈએ જ ભાઈને પતાવી દીધો

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ચાચાપર ગામના વોકળા પાસેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી હતી. મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો. જેમાં હત્યા મામલે ફરિયાદ નોંધાઈ છે. તેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. મરણજનારે તેની માતા સાથે જ ખરાબ કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘરમાં પણ બધાને હેરાન કરતો હોવાથી તેના જ ભાઈએ મોતને ઘાટ ઉતાર્યો છે.

બનાવની મળતી માહિતી મુજબ ચાચાપર ગામે વોકળા નજીક યુવાનનો મૃતદેહ હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પીઆઈ ખુમાનસિંહ વાળા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાજન મિશ્રા (ઉ.વ.25) નામનો યુવાન હોવાની માહિતી મળી છે. તેમજ મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે પોલીસ ટીમે તપાસ ચલાવી હતી. મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો.​​​​​​​ જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપી આનંદ અશોક મિશ્રાએ પોતાના ભાઈ રાજન મિશ્રા અને ઘરના માણસોને હેરાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાની માતા સાથે બે વાર ખરાબ કામ કરવાની કોશિશ કરી હતી. તેમજ આરોપી આનંદ મિશ્રા સાથે પણ ઝઘડો કરતો હોવાથી આરોપી આનંદ મિશ્રાએ તેનાભાઇ રાજનમિશ્રાથી કંટાળી ગળેટુપો આપી દીધો હતો.

ત્યારબાદ પ્લાસ્ટિકની થેલીથી મોઢાના ભાગને ઢાંકી રાજનમિશ્રાને ઉપાડી કાદવ વાળા પાણીમાં નાખી દીધો હતો. પછી તેના પર ચડી દબાવી દઈ મારી નાખ્યો હતો. બાદમાં આરોપી આનંદ મિશ્રાએ સાથે રહેતા રાજેશ ઉમેશપ્રસાદ પાંડેને પણ આ વાત કોઈને કરતો નહિ નહિતર તારી હાલત પણ આવી કરીશ અને તને પણ પતાવી દઈશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી. જેવું હોવાની ફરિયાદ રાજેશ ઉમેશ પ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...