તપાસ:સુંદરગઢમાંથી મહિલાની લાશ મળી, હત્યાની આશંકા

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરીર પર અનેક જગ્યાએ ઇજાના નિશાન મળી આવ્યા
  • પોલીસે ​​​​​​​મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડાયો

હળવદના સુંદરગઢ ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાની શરીરના અલગ અલગ ભાગમાં ઇજા પહોંચેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી હત્યા થયાની આશંકાએ પેનલ પીએમ માટે સિવિલમાં ખસેડાયો હતો.હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રહેતી અને મજૂરી કામ કરતી મૂળ દાહોદ જિલ્લાના વતની જાનકીબેન ઉર્ફે ધનીબેન નામની ૩૫ વર્ષની મહિલાની માથામાં અને શરીરના બીજા ભાગે ઇજા પહોંચેલી હાલતમાં લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પેનલ પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં મહિલાને તેના જ પતિ દ્વારા ઢોર માર્યાે હોવાની આશંકા સેવવામાં આવી રહી છે,અને ઢોરમાર મારવાથી મહિલાનું મોત નીપજ્યું હોવાનું પોલીસ માની રહી છે. જો કે સંપૂર્ણ હકિકત પોલીસ તપાસ બાદ અને રિપોર્ટ આવ્યા બાદ સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...