તપાસ:મોરબીના પાવડિયારી પાસે કેનાલમાંથી મૃતદેહ મળ્યો, પુરુષનો મૃતદેહ કોહવાઇ ગયો હોઇ, ઓળખ મુશ્કેલ‎

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યાં શખ્સનો કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.યુવકના મોત અંગે કોઈ ચોક્કસ કારણ સામે ન આવતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતદેહની હાલત કોહવાઇને એટલી બધી બદતર બની ગઇ છે કે અોળખ મળવી તો મુશ્કેલ છે, સાથે સાથે પીએમ પણ શક્ય ન બનતાં ફોરેન્સિક પીએમ કરવાની જરૂર પડી છે.

સ્થાનિક પોલીસે ગુમશુદા નોંધ કરાવી હોય કે કોઇ વાલી વારસ હોય તો જાણ કરવા અપીલ કરી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબી પીપળી જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે મૃતદેહ કોહવાયેલો હોવાથી પીએમ કરવું મુશ્કેલ બનતા અંતે રાજકોટ ફોરેન્સિક તપાસ માટે મોકલાયો હતો.બનાવ અંગે તાલુકા પોલોસે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...