તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં ભંગારની રેંકડી કાઢી ભંગાર વેચવાનો ધંધો કરતા ધંધાર્થીઓ વચ્ચે ભંગારની રેંકડી રાખવા મુદ્દે મારામારી થઈ હતી.બાદમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના આવેલ કુબેર ટોકીઝ પાછળના મફતીયા પરામાં રહેતા અને ભંગારનો ધંધો કરતા શારદાબેન ગોગનભાઇ વાઘેલા નામની મહિલાએ રસીકભાઇ દેવસીભાઇ ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા, મુકેશભાઇ રસીકભાઇ, સુરેશભાઇ કિશોરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૧૩ ના રોજ કુબેર ટોકીઝ પાછળ મફતીયા પરામાં આરોપીએ ફરીયાદીના પતિ ગોગનભાઇને મેમરીકાર્ડ વેચાતુ લઇ લેવાનુ કહેલ જેથી ગોગનભાઇએ ના પાડેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી છકડો રીક્ષામા ફરીયાદીના ઘર પાસે જઇ મારી નાખવાના ઇરાદે હુમલો કરી પાઇપ તથા લોખંડ એગલથી માર મારી ફરીયાદીના પતિ ગોગનભાઇને જમણા પગમા તથા જમણા હાથમા ફેક્ચર તેમજ માથામા હેમરેજની ઇજા કરી તેમજ શરીરે મુંઢ ઇજા કરી તેમજ ફરીયાદીને પાઇપ વડે ઇજા કરતા બન્નેને સારવારમાં ખસેડાયા છે.
સામાપક્ષે મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતા રસિકભાઈ દેવભાઈ ચારોલીયા ગોગન વિરજી વાઘેલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તથા આરોપીને ભંગારની રેંકડી રાખવા મામલે માથાકૂટ થઈ હતી.જેથી ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી રોડ ઉપર પાડી દઈને ઇજા કરી હતી.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.