વિધાનસભા સંગ્રામ 2022:મોરબી કાંતિલાલ પર ભાજપનો ‘અમૃત’ કળશ, ઝૂલતા પુલની દુર્ઘટના વખતે કરેલી કામગીરી ફળી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લાની 3 વિધાનસભા બેઠક પૈકી ટંકારા પર રસાકસીની સ્થિતિ હોય ઉમેદવારને ‘ઘૂંટણિયે પાણી’ આવી શકે
  • કાર્યકરોમાં અપ્રિય અને વારંવાર પક્ષ બદલતા એવા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનું પત્તંુ કપાયું
  • ​​​​​​​વાંકાનેરમાં​​​​​​​ સતત ત્રીજીવાર જીતુ સોમાણીને મેદાનમાં ઉતાર્યા તો ટંકારામાં જિલ્લા ભાજપ પ્રમુખને ટિકિટ આપવાની પરંપરા જાળવી રાખી

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 160 બેઠકો પર ભાજપ દ્વારા સતાવાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની વાત કરીએ તો મોરબી માળિયા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાને બાદ કર્યા છે અને તેના સ્થાને ફરી એકવાર કાંતિલાલ અમૃતિયા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બેઠકની વાત કરીએ તો વાંકાનેર બેઠક માટે જીતુભાઇ સોમાણી તેમજ ટંકારા બેઠક માટે દુર્લભજી દેથરીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. મોરબી માળિયા વિધાનસભા બેઠકની સ્થિતિ જોઈએ તો આ પર ભૂતકાળમાં બેઠક કોંગ્રેસનો દબદબો હતો. જો કે 1995થી 2017 સુધી સતત 5 વખત વિજેતા બની મોરબી માળિયા બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સ્થાનિક મતદારોમાં સત્તા વિરોધી જુવાળ, ઉનાકાંડ સહિતના અલગ અલગ મુદાઓને પગલે ભાજપે મોરબી બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસે ફરી આ બેઠક પર કબજો મેળવ્યો હતો. અને મેરજા ધારાસભ્ય બન્યા હતા જો કે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યાના 2 વર્ષમાં બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી જતા ૨૦૨૦માં પેટા ચૂંટણીમાં ફરી બ્રિજેશ મેરજા ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેને રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.

મોરબી ઃ આ બેઠક પર જૂના જોગી અને આખાબોલા સ્વભાવથી પ્રચલિત કાંતિભાઇ પર ભાજપનો ભરોસો
કાંતિલાલ અમૃતિયા પ્રાથમિક શિક્ષણ,ઉદ્યોગપતિ
2017નું પરિણામ વિધાનસભા ચૂંટણીમાં બ્રિજેશ મેરજા 89396 મતથી વિજેતા બન્યા હતા.

પસંદગીનું કારણ શું ઃ 2022 વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપે ફરી મોરબી માળિયા બેઠકમાં જૂના ચહેરા કાંતિલાલ અમૃતિયા પર પસંદગી ઉતારી છે. કાંતિલાલની પસંદગી પાછળ સૌથી મોટું કારણ મોરબી માળિયા બેઠકમાં તેમની લોકપ્રિયતા અસરકારક માનવામાં આવે છે. કડક અને આખા બોલા સ્વભાવના કાંતિલાલ ધારાસભ્ય હોય કે ન હોય અધિકારીઓને ખખડાવી નાખવાનો તેમનો અંદાજ અને 1979 હોનારત,ધરતીકંપ , કોરોના થી લઈ ઝૂલતા પુલ દુર્ઘટનામાં, કટોકટીના સમયે હમેશાં તેમની હાજરી જોવા મળી છે.બીજી તરફ બ્રિજેશ મેરજાનો લોક સંપર્કનો અભાવ, ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા પ્રવાસ ઉપરાંત ભાજપના જ કાર્યકરોમાં નારાજગી પણ કાંતિલાલ અમૃતિયા ને ટીકીટ મળવાંમાં સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. કાંતિલાલનું નામ જાહેર થાય તે પહેલાં જ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં તેના ઘરે શુભેચ્છા પાઠવવા આવી પહોંચ્યા હતા.

વાંકાનેરઃ આ બેઠક માટે પક્ષે લોહાણા અગ્રણી એવા જીતુ સોમાણીની લોકપ્રિયતા પર દાવ લગાડ્યો
જીતુ સોમાણી પ્રાથમિક શિક્ષણ,વ્યવસાય​​​​​​​​​​​​​​
2017નું પરિણામ કોંગ્રેસના મહમદ જાવેદ પિરઝાદા 72588 મતથી વિજેતા થતા 1361 મતથી સોમાણી હાર્યા.​​​​​​​

પસંદગીનું કારણ શું ઃ મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા સીટ માટે ભાજપે જીતુ સોમાણી પર ભરોસો મૂક્યો. જીતુભાઇ લોહાણા સમાજના આગેવાન હોવાની સાથે લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને વાંકાનેર શહેરમાં તેઓ સારી એવી લોકપ્રિયતા ધરાવે છે.મુસ્લિમ બહુમતી ધરાવતી આ બેઠકમાં ગત ચૂંટણીમાં માત્ર ૧૩૦૦ મતના અંતરેથી હાર થઇ હોવાથી આ ચૂંટણીમાં તેઓ વધુ તાકાતથી ચૂંટણી લડે અને ભાજપને વિજેતા બનાવે તેવી શક્યતાને ધ્યાને લઇ તેમના પર ભરોસો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત વાંકાનેરમાં લોહાણા સમાજના આગેવાનને ટિકિટ આપી મોરબી માળિયા વિધાનસભા સીટ તેમજ ટંકારા અને હળવદ શહેરમાંથી પણ લોહાણા સમાજના મત મેળવવા ભાજપે બેવડી ચાલ રમી છે. મોરબી શહેરમાં વસતા લોહાણા મતને સાચવવા ભાજપે વાંકાનેરની આ બેઠક પર નજર દોડાવી બેઠક સુરક્ષિત કરવા માટે તમામ સમિકરણોને ધ્યાને લઇ સોમાણી પર જવાબદારી સભર પસંદગી ઉતારી છે.

ટંકારા ઃ આ બેઠક પર ભાજપે અનેક ગરણે પાણી ગાળીને પક્ષના જિલ્લા પ્રમુખને મેદાનમાં ઉતાર્યા
​​​​​​​દુર્લભજી દેથરિયા ધોરણ 10 પાસ,ઉદ્યોગ અને ખેતી
2017નું પરિણામ કોંગ્રેસના મહમદ જાવેદ પિરઝાદા 72588 મતથી વિજેતા થતા 1361 મતથી સોમાણી હાર્યા.

પસંદગીનું કારણ શું ઃ ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમા ટંકારા બેઠક ઉપર પક્ષે મોરબી જિલ્લા ભાજપના ૬૩ વર્ષિય પક્ષ પ્રમુખ ઉપર કળશ ઢોળ્યો છે. ભાજપે અહીં જ્ઞાતિ સમીકરણો ઉપરાંત ઠરેલ વ્યક્તિ અને બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ પસંદ કરી ૧૯૯૦ થી સળંગ ભાજપના કબજામા રહેલી પરંતુ ગત વખતે પાટીદાર અનામત આંદોલનની અસરથી ગુમાવેલી બેઠક ફરી ગજવામાં લેવા પ્રયાસ કર્યાનુ ગણિત જણાય છે. મોરબી જીલ્લા ભાજપના પક્ષ પ્રમુખ દુર્લભજી હરખજી દેથરીયાને મેદાને ઉતાર્યા છે. આશરે અઢી લાખ મતદારો ધરાવતી ટંકારા બેઠકમા દોઢ લાખ પાટીદાર મતદારો હોય અહીં જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને બંને પક્ષે કાયમ પાટીદાર ઉમેદવારો પસંદ કરવામા આવે છે. અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજને ટીકીટ ફાળવી ફાઈટ થાય છે.૨૦૧૪માં વિધાનસભા અને ૨૦૧૯ લોકસભામાં આ બેઠકના ચુંટણી ઈન્ચાર્જ તરીકે કામગીરી કરી હોવાથી બેઠકથી સંપૂર્ણ માહિતગાર સાથે મતદારોમાં જાણીતો ચહેરો છે.

અન્ય સમાચારો પણ છે...