• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • BJP Opposes Jitu Somani's Ticket Instead Of Maharana; The Outcry Of Society Will Soon Be Expressed Rajput Samaj General Minister

વાંકાનેર ભાજપમાં ભડકો:મહારાણાને સ્થાને જીતુ સોમણીને ટિકિટ અપાતા ભાજપનો વિરોધ; સમાજનો આક્રોશ હવે ટૂંક સમયમાં વ્યક્ત થશે- રાજપૂત સમાજ મહામંત્રી

મોરબી19 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમ છે. 10 નવેમ્બરની સવારે ભાજપે 160 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. ભાજપે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોનાં નામની જાહેરાત એકસાથે કરી દીધી હતી. એકસાથે જ 160 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવતાં વિપક્ષ પણ ડઘાઈ ગયો છે. તો બીજી તરફ વાંકાનેરમાં વિરોધનો વાવટો શરુ થયો છે.

જીતુ સોમાણીને ટિકિટ ફાળવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો
જ્યાં વાંકાનેર -કુવાડવા વિધાનસભાની બેઠક પર મહારાણા કેસરીદેવસિંહને એક સમયે પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યા હતા, પરંતુ મોવડી મંડળે આ બેઠક પર જીતુ સોમાણીને ટિકિટ ફાળવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ટૂંક સમયમાં ભાજપને તેની ગંભીર અસરો ભોગવવી પડશે તેવું સમાજના આગેવાનો એક સુરે કહી રહ્યા છે. જો કે હાલ મહારાણા કેસરીદેવસિંહને ભાજપમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાં દાવેદારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

કેસરીદેવસિંહજીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં અન્યાય કરવામાં આવ્યો છે
સમગ્ર મામલે રાજપૂત સમાજના મહામંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સૌથી મોટો અન્યાય મહારાણા કેસરીદેવસિંહની થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં મહારાણાએ અથાગ પ્રયત્નો કર્યો છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં વાંકાનેર ભાજપને જીવતું જાગતું કર્યું હતું. સતત 24 કલાક કાર્યાલય ચાલુ કર્યું. આ ઘટના અંગે વાંકાનેર રાજપૂત સમાજના મહામંત્રીએ મીડિયાને જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તે, અંતર્ગત વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહજીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં અન્યાય કરવામાં આવ્યો છે.

સમાજનો આક્રોશ હવે ટૂંક સમયમાં વ્યક્ત થશે
ત્યારે તેનું પરિણામ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને વધારે ભોગવવું પડશે. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો એ સમયે મહારાજા કેસરીદેવસિંહજીના સબળ નેતૃત્વના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. આ વાતને પાર્ટીએ ધ્યાનમાં નથી લીધી. અમને એવી માહિતી પણ મળી છે. ત્યારે આગામી સમયમાં માલધારી સમાજ, કોળી સમાજ, અનુસૂચિત જાતિ સહિતના તમામ સમાજના યુવાનો, વૃદ્ધો અને આગેવાનોની મિટિંગ રાજપુત સમાજ દ્વારા બોલાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહારાણા સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તે, અંગેનો નિર્ણય આ મિટિંગમાં કરવામાં આવશે. ત્યારે સમાજનો આક્રોશ હવે ટૂંક સમયમાં વ્યક્ત થશે તેવું વાંકાનેર રાજપૂત સમાજના મહામંત્રીએ મીડિયાને જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...