શહેરમાં ભાજપ લીડ:મોરબી ગ્રામ્યની તુલનામાં શહેરમાંથી ભાજપને 40263 મતની લીડ

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વિધાનસભા બેઠક ચાર વિભાગમાં વિભાજિત, શહેર ઉપરાંત બાકીના ત્રણ હિસ્સા મોરબી અને માળિયા તાલુકામાં સમાવિષ્ટ
  • કાંતિલાલને 68,110, જ્યારે જયંતિલાલને પણ 27,947 મત મળ્યા આપના ઉમેદવારને માત્ર 8486 મત

રાજની 182 બેઠકનો ગુજરાતીઓએ જનાદેશ આપી દીધો છે. ગુરુવારે યોજાયેલી મત ગણતરીમાં એક તરફ રાજ્ય 156 બેઠકની જીત સાથે ભાજપ સરકારે જીતના મજબૂત પાયા નાખી દીધા હતા .સૌરાષ્ટ્રમાંથી આ વખતે ભાજપને ભરપૂર બેઠક મળી છે. મોરબી રાજકોટ જામનગર અમરેલી કચ્છ જેવા જિલ્લામાં તો તમામ બેઠકો કબજે કરી હતી.મોરબી જિલ્લાની વાત કરીએ તો ત્રણેય બેઠકો પર ભાજપે વિજય ધ્વજ ફરકાવ્યો છે તેમાં પણ દેશભરના લોકોની જેના પર નજર હતી તે મોરબી વિધાનસભા બેઠકમાં તો ભાજપે રેકૉર્ડ બ્રેક 62 હજારથી વધુની લીડ મેળવી હતી.

મોરબી જિલ્લાની અતિ ચર્ચાનું કેન્દ્ર બનેલી આ બેઠકમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે પહોંચી નદીમાં કુદી જનારાં કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી હતી. અને મજબૂત ઉમેદવાર માનવામાં આવતા બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી હતી કાંતિલાલ દ્વારા પણ જંગી બહુમતી મેળવી ભાજપના મોવડી મંડળ દ્વારા કરવામાં આવેલા નિર્ણયને સાચો સાબિત કરી દીધો હતો.

મોરબી વિધાનસભા બેઠકમાં ચાર વિભાગમાં છે. જેમાં સૌથી મોટો હિસ્સો એક મોરબી શહેરમાં આવે છે. જ્યારે બીજો મોરબી તાલુકાના ગામડાઓ ત્રીજો ભાગ માળીયા તાલુકાના ગામડાઓ જ્યારે સૌથી નાનો હિસ્સો માળીયા પાલિકાનો સમાંવેશ થાય છે આ ચૂંટણી પરિણામો મુજબ ભાજપ ઉમેદવાર કાંતિલાલને મોરબી શહેરમાંથી 68,110 મત મળ્યા તો હરિફ ઉમેદવાર જયંતિભાઈ પટેલને 27,848 મત મળ્યા હતા. સરસાઇની વાત કરીએ તો એકલા મોરબીમાંથી તેમને 40263 મતની લીડ મળી હતી.

બીજા ક્રમે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે આ બેઠકમાંથી 25808 મત કાંતિલાલને જ્યારે 9040 મત જયંતિલાલને પડયાં હતાં. અહીં લીડની સંખ્યા બીજા ક્રમે છે. મોરબી ગ્રામ્યમાંથી તેઓને 16768 મતની લીડ મળી હતી. માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ તો કાંતિલાલ અમૃતિયા ને 18,785 મત મળ્યા હતા જેની સામે જયંતિલાલને 12568 મત મળ્યા હતા માળીયા ગ્રામ્યમાંથી પણ તેઓને 6217 મતની લીડ મળી હતી.

તો વિરુધ્ધ સ્થિતિ જોવા મળી હતી માળીયા શહેરમાં કોંગ્રેસના જયંતિલાલને 2666 મત અને કાંતિલાલને 1000 મત મળતા જયંતિલાલ માળીયા શહેરમાં 16666 મતની લીડ મેળવી હતી. આમ આ ચૂંટણી દરમિયાન મોરબી શહેર ફરી એકવાર ભાજપની કેમીટેડ વોટબેંક બનીને સામે આવી હતી અને કાંતિલાલને એક તરફી વિજય બનાવવા સૌથી અગત્યની ભૂમિકા ભજવી હતી.

મેરજાના વતન ચમનપરમાં ભાજપને 29 મત, 233 મતદારોમાંથી 145 મત પડયાં, 115 મત કોંગ્રેસેને
મોરબી | મોરબી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપના અનેક નેતાઓની ટિકિટ કપાઇ અને તેના સ્થાને અન્ય ઉમેદવારને ટિકિટ આપી હતી જે બાદ રાજ્યની અનેક બેઠકમાં નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. કેટલાક નેતાઓએ ખુલ્લો વિરોધ કરી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા તો કેટલાક નેતાઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય થઈ ગયા હતા ત્યારે જેની અસરો ઘણા સ્થળોએ જોવા મળી હતી. મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ મંત્રી બ્રિજેશ મેરજા ની ટિકિટ કપાઈ હતી તે બ્રિજેશ મેરજા મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં આવનજાવન ઓછી થઈ હતી જેની અસર મતદાનમાં જોવા મળી હતી. મંત્રી મેરજાના વતન ચમનપરમાં ખૂબ ઓછા મત ભાજપના ઉમેદવાર કાંતિલાલને મળ્યા હતા. આ ગામમાં કુલ 233 મતદારો હતા, જેમાંથી145 મતદારોએ મતદાન કર્યું હતું. 115 મત કોંગ્રેસ ને અને 29 મત ભાજપ ને મળ્યા હતા. હવે ચમનપરમાં ભાજપને ઓછા મત મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

સિનિયર ધારાસભ્ય કાંતિલાલ મંત્રી બનશે? ચોમેર એક જ ચર્ચા
જિલ્લાની સૌથી ચર્ચિત મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં કાંતિલાલ અમૃતિયા 62 હજાર જેટલા મતની લીડથી વિજેતા બન્યા હતા. નવી સરકારમાં મંત્રીઓના નામની ચર્ચા તેજ થઈ ચૂકી છે. અલગ અલગ વિધાનસભા બેઠકના ઉમેદવારને મંત્રી તરીકે અટકળ લાગવા માંડી છે. ત્યારે મોરબી માળીયા બેઠકના વિજેતા ઉમેદવાર કાંતિલાલ પણ મંત્રી પદ માટે દાવેદાર માનવામાં આવે છે. ત્યારે આ મંત્રી મંડળમાં મોરબીથી કાંતિલાલને સ્થાન મળશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિજેતા બન્યા બાદ યાર્ડ ખાતે યોજેલી સભામાં પણ તેમના સમર્થકો દ્વારા મંત્રી પદ આપવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આપના ઉમેદવાર પંકજ રાણસરિયાને શહેરમાંથી માત્ર 8486 મત મળ્યા
મોરબી બેઠક પ્રથમવાર મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાને મોરબી શહેરમાંથી 8486 મત મળ્યા હતા, તો મોરબી ગ્રામ્યમાંથી 4636 મત મળ્યા હતા. આ જ પ્રકારે માળીયા ગ્રામ્યમાંથી 3125 મત મળતા જ્યારે માળીયા શહેરમાંથી માત્ર 1016 મતથી સંતોષ માનવો પડ્યો હતો.

કાંતિલાલને એક બુથમાં સૌથી વધુ 875 મત અને જ્યંતિલાલને 608 મત
મોરબી જિલ્લાના 299 બુથમાંથી વોર્ડમાં 3 ના એક બુથમાંથી સૌથી વધુ 875 મત મળ્યા હતા તો સૌથી ઓછા ન્યૂ નવલખી માંથી 12 મત મળ્યા હતા તો કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ ને સૌથી વધુ શહેરના વોર્ડ 8 ના એક બુથમાંથી 608 મત મળ્યા. જ્યારે સૌથી ઓછા 9-9 મત વોર્ડ 8 તેમજ સોનગઢમાં પડયાં હતા.

અન્ય સમાચારો પણ છે...