ચૂંટણી:મોરબી બેઠક પર સૌથી વધુ 22,521 મતની લીડ ભાજપને, સૌથી ઓછી 326 કોંગ્રેસને

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2007ની ચૂંટણીમાં સૌથી વધુ મતનો અને સૌથી ઓછા મતની સરસાઇથી જીતનો રેકોર્ડ 1972માં

મોરબી જિલ્લામાં ઉમેદવાર પોતાને આટલા મત મળશે અને આટલી લીડ થી જીતીશું તેવા મસમોટા દાવાઓ કરી રહ્યા છે. જો કે તેઓના દાવા કેટલા સાચા અને કેટલા ખોટા આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન અને 8 ડિસેમ્બરના રોજ જાહેર થનાર મત ગણતરીના દિવસોમાં ખ્યાલ આવશે. જો કે મોરબી બેઠકમાં ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી એવી પણ સામે આવી છે જેમાં ઉમેદવાર.2-5 હજાર નહીં પણ 22,521 મતની લીડ મળી ચૂકી છે.

તો એવા ઉમેદવાર પણ ધારાસભ્ય બન્યા છે જેમને માત્ર 326 જેટલા મતની જ પાતળી સરસાઈ મળી હતી. 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયા અને કોંગ્રેસના જયંતિભાઈ જેરાજ પટેલ વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલને 52,853 મત મળ્યા હતા તો કાંતિલાલ અમૃતિયા ને 75,313 મત મળ્યા હતા. આમ કાંતિલાલને 22,521 મતની જંગી સરસાઇ મળી હતી અને આ લીડ મોરબી માળીયા વિધાનસભા બેઠક પરની સૌથી મોટી લીડ સાથે ધારાસભ્ય બનવાનો રેકોર્ડ છે.

તો સૌથી ઓછા મતની લીડ કોંગ્રેસના મગનલાલ ટી સોમૈયા ના નામે છે. 1972માં મગનલાલ ટી સોમૈયા 14,443ને મત મળ્યા હતા તો એનસીઓના ઉમેદવાર ગોકળદાસ પરમારને 14,૧૧૭મત મળ્યા હતા. આમ મગનલાલ સોમૈયા 326 મતની પાતળી લીડથી વિજેતા જાહેર થયા હતા.

મોરબી બેઠકમાં અત્યાર સુધીનો હારજીતનો રેકૉર્ડ

1962

ગોકળદાસ પરમાર, કોંગ્રેસ-18103

રતિભાઈ પટેલ, અપક્ષ-12,605

1967

વી વી મહેતા, સ્વરાજ્ય પાર્ટી-21 701

ગોકળદાસ પરમાર, કોંગ્રેસ-17 1 74

1972

મગનલાલ સોમૈયા, કોંગ્રેસ-14,443

ગોકલદાસ પરમાર, NCO N-14,117

1975

ગોપાલદાસ પરમાર, કોંગ્રેસ-22,016

જાડેજા બાલુભા, કે એલપી-17,040

1980

સરડવા જીવરાજભાઈ, કોંગ્રેસ-17971

પુનમચંદ કોટક, ભાજપ-7330

1985

અઘારા અમૃતલાલ, બીજેપી-24628

સરડવા જીવરાજભાઈ, કોંગ્રેસ-17,399

1990

બાબુભાઈ પટેલ, અપક્ષ-37975

જયંતિલાલ જે.પટેલ, કોંગ્રેસ-23767

1995

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-50,759

જયંતિલાલ પટેલ, કોંગ્રેસ-41,748

1998

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-47,361

જયંતિલાલ પટેલ, અપક્ષ-25,486

2002

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-53,443

જયંતિલાલ પટેલ, કોંગ્રેસ-51,853

2007

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-75,313

જયંતિલાલ પટેલ, કોંગ્રેસ-52,792

2012

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-77386

બ્રિજેશભાઈ મેરજા, કોંગ્રેસ-74626

2017

કાંતિલાલ અમૃતીયા, ભાજપ-85977

બ્રિજેશભાઈ મેરજા, કોંગ્રેસ-89396

2020

બ્રિજેશભાઈ મેરજા, ભાજપ-64711

જયંતિલાલ જે.પટેલ, કોંગ્રેસ-60062

અન્ય સમાચારો પણ છે...