તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપે જ્ઞાતિ આધારિત ગંજીપો ચિપ્યો:ભાજપે 8 પટેલ, 8 સથવારા, 3 ક્ષત્રિય, 3 અનુ.જાતિ, 3 મુસ્લિમ સમાજને ટિકિટ

મોરબી16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબી જિલ્લા ભાજપે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી

મોરબીમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ જિલ્લા પંચાયત નગરપાલિકા અને મોરબી હળવદ સહિતના તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.સૌથી વધુ મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે ભાજપ કોંગ્રેસ ક્યા ઉમેદવાર જાહેર કરે છે. તેના પર સૌની મીટ મંડાઇ છે.

મોરબી નગરપાલિકાની જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં નવા ચહેરાઓની સાથે સાથે ઉમેદવાર રિપીટ થયા છે તો જે બેઠક સ્ત્રી અનામત જાહેર થઈ હતી તે બેઠકમાં કાઉન્સીલર પોતે ચૂંટણી ન લડી શકવાને કારણે પત્નીઓને ટિકિટ આપવામાં સફળ રહ્યા હતા. મોરબી નગરપાલિકા માટે જાહેર થયેલી યાદીમાં જ્ઞાતિના સમીકરણ પણ સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્ઞાતિ સમીકરણ જોઈએ તો 8 ટિકિટ પટેલ,8 ટિકિટ સતવારા,3 અનુ. જાતિ,3 ક્ષત્રિય 3 મુસ્લિમ 2 બ્રાહ્મણ ઉપરાંત કુંભાર, આહીર,કોળી,લોહાણા, સહિતના અલગ અલગ 20 જેટલી જ્ઞાતિઓને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નં. 4ના નગરસેવકોએ પત્નીને ટિકિટ અપાવવામાં સફળતા મેળવી
મોરબીના સામાં કાંઠા વિસ્તારના વોર્ડ 4ના કાઉન્સિલર ગૌતમ સોલંકીની બેઠક મહિલા અનામત થઇ જતા તેઓએ તેની પત્ની મનીષાબેનને ટિકિટ આપવામા સફળ થયા હતા તો કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયાના પત્ની જસુમતી બેન ગત ટર્મમાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતીને કાઉન્સીલર બન્યા હતા હવે તેઓ ભાજપ ભળી ગયા હતા અને ત્યાંથી પણ પત્ની ટિકીટ મેળવવામાં સફળ થયા હતા.

વોર્ડ નં.8માં જોવા મળ્યો ઊલટફેર
​​​​​​​આ ટિકિટ ફાળવણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ 8 માં થયો હતો. અહીં કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા પાલિકા પ્રમુખ કેતન વિલપરાના નામ પર ચોકડી મૂકાઇ ગઇ હતી અને છેલ્લી ઘડીઓ સુધી તેઓનું નામ ફાઇનલ હતું પણ તેમની ટિકિટ કાપી દેવાતા ચર્ચાનું કેંન્દ્ર બન્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો