સંપત્તિવાન:મોરબી-માળિયા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નામાંકન ફોર્મ ભરવાની સાથે જે તે પક્ષમાંથી દાવેદારી કરનારા ઉમેદવારોએ પોતાની સંપત્તિ સહિતની વિગતો એફિડેવિટમાં ભરવાની રહેતી હોય છે ત્યારે રોચક એ બાબત સામે આવી છે કે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપ,કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ છે અને છેલ્લા બે થી પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં સારો એવો વધારો થયો છે.

જયંતિભાઇ પટેલ
મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકના ઉમેદવારોએ જાહેર કરેલી આવકનું સરવૈયુ માંડવામાં આવ્યું ત્યારે જે વિગતો સામે આવી તેમાં જાણવા મળ્યું કે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ પાસે બે વર્ષ દરમિયાન ે 4.80 કરોડની મિલકત વધી છે. તેમના હાથમાં રૂ. 92,434 r રોકડ તેમના પત્ની ઉષાબેનના પાસે 47,668 રોકડ પરિવાર પાસે 1,16,556 ની રોકડ દર્શાવવામાં આવી છે તો જયંતીભાઈના અલગ અલગ બેન્ક એકાઉન્ટ માં કુલ 72.50 લાખ જ્યારે તેમના પત્નીના ખાતામાં 2.08 લાખ દર્શાવવામાં આવ્યા છે.

જયંતીભાઈ પાસે 1.50 લાખનું સોનું જ્યારે તેમના પત્ની પાસે 2.50 લાખનું સોનું રજૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પરિવાર પાસે 32.69 લાખની બે કાર દર્શાવવામાં આવી છે આમ પરિવાર પાસે કુલ જંગમ મિલકત જોઈએ તો જયંતીભાઈ ની જંગમ મિલકત 11.33 કરોડ પત્નીના નામે 7.66 કરોડ ની મિલકત દર્શાવવામાં માં આવી છે સ્થાવર મિલકતની વાત કરીએ તો જેન્તીભાઈ ના નામે 70.85 લાખની જ્યારે તેમના પત્ની ઉષાબેન નામે 73.68 લાખની મિલકત દર્શાવવામાં આવી છે.

જયંતીભાઈ દ્વારા વર્ષ 2020 ની પેટા ચૂંટણીમાં રજૂ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ તેઓ કોઈ હાથ પર રોકડ 19,012 બાર જ્યારે પત્ની ઉષાબેન પાસે 1. 17 લાખ રજૂ કરવામાં આવી હતી જંગલ મિલકતની વાત કરીએ તો 2020 માં 6.72 કરોડ જ્યારે સ્થાપન મિલકત 50.85 લાખ રજૂ કરવામાં આવી હતી. પત્ની પાસે 1.67 કરોડની જંગમ મિલકત રજૂ કરવામાં આવી હતી જોકે ત્યારે તેમના પત્ની પાસે મિલકત ન હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ 2020 સુધીમાં જયંતીભાઈ પાસે કુલ 7.23 કરોડની કુલ મિલકત રજૂ કરવામાં આવી હતી તો 2022માં 12.04 કરોડની મિલકત દર્શાવવામાં આવ્યું છે

કાંતિલાલ અમૃતિયા
મોરબી સીટના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમુતિયાની એફિડેવિટ મુજબ પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 3.42 કરોડનો વધારો નોંધાયો છે તો તેમના પત્ની જોસનાબેનની સંપત્તિમાં પણ 83.30 લાખનો વધારો નોંધાયો છે. 2017 ની સરખામણીમાં તેમના સંતાનોની જાહેર કરવામાં આવેલ જંગમ મિલકતમાં ઘટાડો થયો છે કાંતિલાલ અને તેમના પત્નીની અને સંતાનોની હાથ પરની રોકડ રકમમાં પણ ઘટાડો નોંધાયો છે જોકે વાહનોની સંખ્યા માં વધારો થયો છે 2017માં તેઓએ સોગંદનામા મુજબ ₹1,00,000 ની કાર જાહેર કરી હતી.

જો કે 2022 તેમના તેમજ તેમના પત્નીના નામની બે કાર દર્શાવી છે જેની કુલ કિંમત 55.23 લાખ આપવામાં આવી છે આ ઉપરાંત સોના ચાંદીના દાગીના ની કિંમત પણ વધી છે. જો કે 2022 માં કાંતિલાલે જવાબદારી 1.79 કરોડ જ્યારે તેમના પત્નીએ 1.36 કરોડની અને તેમના પુત્ર એ 17.20 લાખની જવાબદારી જાહેર કરી છે.

ટંકારા: ટંકારાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાની સંપતિમા પાંચ વર્ષમા 1 કરોડનો વધારો થયો છે. તેમણે પાંચ વર્ષ દરમિયાન આવકવેરો પણ ચાર ગણો વધુ ભર્યો હોવાનુ જાહેર કર્યું હતુ. 2017માં લલિત કગથરા પાસે 11.36 લાખની કાર હતી. જે 2022માં દર્શાવેલી નથી. સ્થાવર મિલકત: 15,67,253, પત્નીની 55,00,000, જંગમ મિલકત: 8,41,88,548 પત્નીના નામે 98,82,788 હાથ ઉપર રોકડ: 1,90,576, પત્નીની 28,980 જ્યારે આવકવેરો: 28,21,225 પત્ની 12,00,000, લોન પોતે 7,06,46,321 પત્ની 39,92,767, સોનું 34 ગ્રામ, પત્નીના નામે 180 ગ્રામ બતાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...