બિસ્માર રસ્તા:મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા બિસ્માર રસ્તા 21મી સદીમાં પાષાણ યુગની યાદ અપાવે તેવા

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતનો ગત વર્ષના બજેટમાં સ્વભંડોળ તેમજ સરકારી ગ્રાન્ટમાંથી મોટી રકમ ફાળવાયાનો દાવો, વાસ્તવિકતા જુદી
  • અમુક રસ્તાઓ કેટલાક વર્ષોથી હજુ બની જ રહ્યા છે !!

મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા 5 તાલુકામાં 350થી ગામડા આવેલ છે. આ ગામડાઓને એક બીજા સાથે જોડતા માર્ગ ખૂબ બિસમાર હોવાની ફરિયાદ વર્ષોથી ઉઠતી રહે છે. તેમા પણ માળિયા વાંકાનેર તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમા એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ ખૂબ ખરાબ હાલતમાં છે.

મોરબી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગમાં હળવદ રોડ,પીપળી જેતપર રોડ,રવાપર ઘુનડા જળેશ્વર રોડ,મોરબીના ભડિયાદ જોધપર રોડ,જુના રફાળેશ્વર રોડ,રાજપર નસીતપર રોડ, સહિતના અનેક.માર્ગો હાલ જર્જરિત હાલતમાં છે આમાંથી કેટલાક રોડ એવા છે જેમના નવિનીકરણ કામગીરી ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે.તો.કેટલાક રોડના કામ અધૂરા છોડી દેવાયા હોવાથી રાહદારીઓને જર્જરિત રસ્તા પરથી પસાર થવા મજબુર બન્યા છે.

મોરબી તાલુકાના ઔધોગિક ઝોન એવા પીપડી જેતપર રોડ,લખધીરપુર રોડઝ જુના ઘુટૂ રોડ, સરતાન પર રોડ,પાનેલી રોડ આ મોટા ભાગના રોડ હાલ અતિ બિસમાર છે જેના કારણે દિવસભર પસાર થતા શ્રમિકો, ઉધોગકારો, ટ્રક ચાલકો. સહિતનાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ રોડ પર એટલા મોટા ખાડા પડી ચુકયા છે કે રાત્રીના સમયે વાહન ચાલકનું ધ્યાન જરા પણ ચુકે તો ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે. જિલ્લાની 5 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ચૂંટણી પહેલા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તાના રિપેરીગ તેમજ નવા બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં રોડના ખાતમુહૂર્ત જ થાય છે, પરંતુ રોડ બનતા નથી
મોરબીમાં શહેરી વિસ્તાર,ગ્રામ્ય વિસ્તાર કે ઔદ્યોગિક વિસ્તાર હોય આ વિસ્તારમાં વિધાનસભાની પેટા ચૂંટણીથી લઈ આજ દિન સુધી રોડના કામ માટે જાહેરાત થઈ તેમાંથી મોટા ભાગના કામ શરૂ જ નથી થયા રાજ્યમંત્રી માત્ર મુહૂર્ત કર્યા કરે છે, કામ શરૂ થતાં નથી અને જે રોડ અગાઉ બન્યા હતા તે પણ લોકાર્પણ થાય તે પહેલાં તૂટી જાય છે જેમાં ભરતનગર ખોખરા બેલાને જોડતા રોડ નવો બaન્યો હતો, ખરાબ ગુણવત્તાનો રોડ બન્યો કે કામ થાય તે પહેલાં જ તૂટી ગયો, ઉપરાંત નેશનલ હાઇવેથી ગાળા શાપરને જોડતો રોડ અધૂરો છે. મોરબી જેતપર અણીયારીને જોડતો રોડ ફોર લેન કરવાની 7 મહિના કરતા વધારે સમયથી જાહેરાત કરવા છતા કામ શરૂ થયા નથી. રાજકોટ મોરબી ફોરટ્રેક હાઇવેનું કામ 5 વર્ષથી ચાલે છે છતાં અધૂરું છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગો બિસમાર હાલતમાં છે, રસ્તાના કારણે પ્રજા ખૂબ ત્રાસી ગઈ છે અમે પણ સીએમને રજૂઆત કરી છતાં કોઈ જવાબ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...