તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોરબીમાં ટ્રકચાલકે ઠોકર મારતાં બાઈકચાલકનું મોત, મચ્છુ નદી થઇ રફાળેશ્વર જતા માર્ગ પર બની ઘટના

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના લીલાપર ગામથી મચ્છુ નદી થઈ રફાળેશ્વર તરફ જતા રોડ પર રવિવારે બપોરે એક ટ્રકની હડફેટે બાઈકચાલક યુવાન ચઢી ગયો હતો. ઘટનામાં બાઈક સવાર યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યુ હતું. મોરબીના લીલાપર ચોકડીથી મચ્છુ ડેમ-2 સાઇટ નજીક આવેલા પુલ થઈ રફાળેશ્વર તરફ જતા રોડ પર રવિવારે પુરપાટ ઝડપે આવતા જીજે36 ટી 8923નમ્બરનાટ્રક ચાલકે ટ્રકને બેદરકારીથી ચલાવી જીજે36 પી 7952 નંબરનું બાઈક લઈને જતા હડફેટે લેતા સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઈક ચાલક હસમુખભાઈ તુલસીદાસ અગ્રાવતનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં મોરબી સિવિલ હોસ્પિટલની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી.આશિષ પરમાર અને પાયલોટ નિલેશ આહીર ઘટનાસ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો