અકસ્માત:મોરબી હાઈ-વે ઉપર ટ્રકચાલકે ઠોકરે લેતાં બાઇક સવારનું મોત

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનના રામ રમાડી ચાલક ફરાર, ઝડપી લેવા તજવીજ

મોરબી શહેર નજીક નેશનલ હાઈવે પર આવેલ બેફામ ઝડપે આવેલા એક ટ્રકના ચાલકે બાઈકને ઠોકર મારી હતી અને યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજા પહોચતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેર નજીક નેશનલ હાઈવે પર કપીલભાઈ ફૂલતરિયા નામનો ૨૫ વર્ષનો યુવાન તેનુ મોટર સાયકલ રજી.નં. જી.જે.૦૩ એફ.આર.૯૬૧૨ લઈને જતો હતો તે દરમિયાન શુક્રવારે સાંજના શક્તિ ચેમ્બર સામે વાંકાનેર-મોરબી હાઈવે ઉપર જતો હોય તે વખતે એક.જી.જે.૩૬ ટી.૭૦૨૫ નંબરના ટ્રકના ચાલકે તેનો ટ્રક પુરઝડપે બેદરકારીથી ચલાવી કપિલભાઈને મોટર સાયકલના પાછળના ભાગે ભટકાડી અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના ભાઈ હર્ષદભાઈ ડાયાભાઈ ફુલતરીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...