છેતરપિંડી:મોરબીમાં વેપારીઓનું લાખોનું સોનંુ લઈ બંગાળી કારીગર ફરાર

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાગીના બનાવવા માટે 12.60 લાખની કિંમતનું 420 ગ્રામ સોનું અાપ્યું હતું
  • બંગાળી કારીગર સામે છેતરપિંડીની ફરિયાદ, પોલીસ કાર્યવાહી શરૂ

મોરબીના સોની વેપારીઓએ સોની બજારમાં દાગીના બનાવવાનું કામ કરતા બંગાળી વેપારીને ૪૨૦ ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે આપ્યું હતું. પરંતુ આ બંગાળી કારીગરે સોની વેપારીઓ સાથે દગો કરીને એ સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. આથી આ બનાવ અંગે સોની વેપારીએ બંગાળી શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરના એક સોની વેપારીને મૂળ પશ્ચિમ બંગાળનો કારીગર આશરે કિંમત રૂ.12.60 લાખની કિંમતના 420 ગ્રામ સોનાનો ધુમ્બો મારી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ મોરબીમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિરલભાઈ મનહરભાઈ આડેસરાની ગત તા.૧૭ ઓક્ટોબરના રોજ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ રોયલ પ્લાઝા કોમ્પલેક્ષમા ત્રીજા માળે આવેલ દુકાન નં.૬માં ફરિયાદી તથા અન્ય વેપારીઓએ આરોપી મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ હવેલી શેરી ગાંધી બજારમાં રહેતા ઘનશ્યામભાઈ ભાસ્કરભાઈ સરદારને સોનાના ઘરેણા બનાવા એકાદ વર્ષમાં કટકે કટકે આપેલું સોનુ કુલ 420 ગ્રામ જેટલુ જેના દસ ગ્રામ સોનાની કિંમત આશરે રૂ 30,000 એમ કુલ કિંમત રૂ,12,60,000નુ તથા સોની બજારમા આવેલ અન્ય સાહેદોએ પણ ઘરેણા બનાવા માટે આપેલ સોનુ આરોપી પોતાની સાથે લઈ જઈ ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવની વિરલભાઈએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...