હાલ રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે છાત્રો રાત્રે ઉજાગરા કરીને અભ્યાસ કરતા હોય છે બીજી તરફ લગ્નની સીઝન પણ ચાલી રહી છે આ કારણે પાર્ટી પ્લોટ અને વાડીઓમાં મોડી રાત્રે ડીજે વાગતા હોય છે જેના કારણે અભ્યાસમાં બાળકોને મુશ્કેલી થતી હોય છે આ આં અંગે જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડા દ્વારા મોરબી એસ પીને લેખિત રજૂઆત કરી નિયમ વિરૂદ્ધ વાગતા ડીજે પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી ને બાદ િવદ્યાર્થિઓને અભ્યાસમાં ખલેલ પહોંચાડતી ડીજે વગાડવાની પ્રવૃત્તિ રોકવા પોલીસ હરકતમાં આવી છે.
આ માટે જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને સૂચના આપી છે. સાથે પોલીસ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ છે..મોરબી જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે લગ્નમાં નિયમ વિરુદ્ધ જોરશોરથી વાગતા ડીજે ખલેલ પહોંચાડી રહ્યા હોય તેને બંધ કરાવવા જી.પં.ના સદસ્ય કમળાબેન ચાવડાએ એસપીને રજુઆત કરી હતી. જેને જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાથી લઈ જિલ્લાભરના પોલીસ મથકોને આવી પ્રવૃત્તિ વિરુદ્ધ પગલાં લેવા આદેશ જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.