જોગવાઇ:ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા ગ્રૂપ, બલ્ક મેસેજિસ પર પ્રતિબંધ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાપિત હિત ધરાવતા લોકો પ્રજાને પ્રભાવિત ન કરી શકે તે માટે જોગવાઇ
  • 10મી ડિસેમ્બર સુધી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને નિયમ લાગુ પડશે

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર એ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે. જેના ભંગ બદલ કડક કાર્યવાહીની જોગવાઇ છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ તથા સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલું છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો નો ભંગ ન થાય તે માટે મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલિક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે.

બીજી તરફ સરકાર અને પોલીસ એવા દાવા કરે છે કે તેમની નજર સતત સોશીયલ મીડિયા પર રહેતી જ હોય છે તેમ છતાં અમુક સ્થાપિત અને સ્થાનિક હિત પોતાનો સ્વાર્થ કોઇ પણ ભોગે સાધી લેવામાં સફળ ન બને તે માટે આ જોગવાઇ કરાઇ છે.જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 10 ડિસેમ્બર સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ ચૂંટણી પ્રકિયા યોજવામા અવરોધરૂપ અને પ્રક્રિયાને દુષિત કરે તેવા ગૃપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારિત કરશે કે કરવા દેશે નહી તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ અને બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે, 29 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધિત કરવાના રહેશે.જો આ નિયમનો ભંગ થતો માલૂમ પડશે તો જે તે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવું અંતમાં ઉમેરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...