મોરબી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવ વધ્યા છે. હળવદ પંથકમાં કેટલાક ગામડામાં લોકોએ જ જાતે રાત્રી પહેરો શરૂ કરી દીધો છે તો કેટલાક વિસ્તારોમાં ગ્રામજનોએ રાત્રીના 10 વાગ્યા બાદ અજાણ્યા શખ્સોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાના શરૂ કરી દીધા છે.
મોરબી તાલુકાના જેતપર ગામમાં રાત્રીના દસ વાગ્યા પછી કોઈપણ અજાણી વ્યક્તિને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે.આ ઉપરાંત ખેડૂતોને પોતાની વાડી ખેતરમાં રહી ખેતમજૂરી કરતા હોય તેઓના આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ લેવા સૂચના અપાય છે. જેતપર(મ.) ગામમાં કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશી ન શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે. ઉપરાંત માળીયાના વેજલપર અને જૂના ઘાટીલા ગામે ગ્રામજનોએ ચોરીના બનાવો અટકવા કેટલાક નિર્ણયો અમલમાં મુક્યા છે.
જેમાં જુના ઘાટીલામાં બપોરે 12થી3 દરમિયાન ફેરિયા માટે પ્રતિબંધ તેમજ રાત્રે 9 વાગ્યા પછી અજાણ્યા લોકો માટે પ્રવેશબધી ફરમાવી 10 વાગ્યે દુકાનો બંધ કરીને સૌ સાથે મળીને રાત્રી પહેરો કરવાની શરૂઆત કરી છે. તેમજ વેજલપર ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે જેમા હાલ હળવદ પંથકમાં તસ્કરોના ત્રાસ અને ચોરીના બનાવોને ધ્યાને લઈને આ ગામમાં આવા કોઈ બનાવ ન બને તેવા હેતુસર સાવચેતીના ભાગરૂપે કડક પગલા લેવા પડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.