તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટે અરજી ફગાવી:મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઝડપાયેલા બે આરોપીના જામીન રદ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જડેશ્વર મંદિરના પૂજારીઓએ જ કરી લીધુ’તું દબાણ

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના હાલ પૂજા કરતા બે પુજારીઓ સામે મંદિરના ટ્રસ્ટીઓએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દઈને બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત જોશીએ ફરિયાદ નોધાવી હતી કે મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો હોય અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોય જે મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદને પગલે આરોપીઓ માથે ધરપકડની તલવાર લટકતી હોય જેથી આજે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં મોરબીના સરકારી વકીલ સંજયભાઈ દવેએ સરકાર તરફે ધારદાર દલીલો રજુ કરી હતી અને સરકારી વકીલની દલીલોને પગલે કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈને આગોતરા જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...