• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Bail Denied To One More Accused In Morbi Suspension Bridge Accident; The Court On Wednesday Rejected The Bail Of 8 Accused

આરોપીઓ હજી પણ જેલ હવાલે:મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં વધુ એક આરોપીના જામીન નામંજૂર; કોર્ટે બુધવારે 8 આરોપીના જામીન નામંજૂર કર્યા હતા

મોરબીએક દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા 9 આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં 23/11/2022ના રોજ બુધવારે 8 આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને 1 અરજી પેન્ડીંગ હોતી. જે જામીન અરજી 24/11/2022ના રોજ કોર્ટે ફગાવી દેતા તમામ 9 આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. તમામ આરોપીઓએ હાલ જેલમાં જ રહેવું પડશે.

આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા
ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજી ટોપિયા, માદેવ લાખા સોલંકી, પ્રકાશ લાલજી પરમાર, દેવાંગ પ્રકાશ પરમાર, અલ્પેશ ગલા ગોહિલ, દિલીપ ગલા ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ આમ 9 આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.

તમામ જામીન અરજી નામંજૂર
આ તમામ 9 આરોપીઓએ વારાફરતી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં બુધવારે 8 આરોપીની જામીન અરજી રીજેક્ટ કરવામાં આવી હતી. દેવાંગ નામના આરોપીની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દેતા તમામ 9 આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...