રજુઆત:મોરબીના પુલની દુર્ઘટનાના સાત આરોપીની કોર્ટમાં જામીન અરજી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રિકેશનનું કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટરે અગાઉ અરજી કરી ’તી

મોરબી સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં એક તરફ મૃતક પરિવાર અને તેમના સ્વજનો ભોગ લેનારાને સજા થાય તેવું ઈચ્છી રહ્યા છે. પોલીસ આ ઘટનામાં અનેક આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.તો બીજી તરફ આરોપીઓની કોર્ટમાં જામીન અરજી થવા લાગી છે. મોરબીની અદાલતમાં આરોપીએ જામીન મેળવવા અરજી કરી છે. ફેબ્રિકેશનનું કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમારે તો અગાઉ જ અરજી કરી હતી, હવે અન્ય સાતે હવે અરજી કરી છે. જેની સુનાવણી આગામી 21મીએ હાથ ધરાશે.

મોરબીનો ઝૂલતો પુલ ગત તા 30 ઓક્ટોબરના રોજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે પુલનું મેન્ટેનન્સ કરતી એજન્સી અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે, ફેબ્રિકેશન કામગીરી કરનાર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર સહિતનાની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓની રિમાન્ડ મેળવી પૂછપરછ અને તપાસ કરી છે.

પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા પ્રકાશ પરમારે જામીન માટે અરજી કરી હતી. જયારે 7 આરોપીઓ દીપકભાઈ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઇ મહાસુખરાય દવે, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ હાલ અરજી કરી છે. આ આઠ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી છે. તેની તા. 21 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી સંભાવના છે

અન્ય સમાચારો પણ છે...