માળિયાના બગસરા ગામે 10 એકર મીઠા ઉત્પાદન માટે અરજી કરવામાં આવી હતી. ગામના આશરે 10થી 15 અરજદારો દ્વારા કરેલી અરજી મામલે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
માળિયાના બગસરા ગામના રહેવાસી ખુંગલા રમેશભાઈ અને ગજીયા વાલાભાઈએ રજૂઆત કરી જણાવ્યું છે કે, બગસરા ગામે મીઠા ઉત્પાદન માટે 10 એકર માટે અરજી કરી હતી. ગત તા. 22-11-2021ના રોજ અન્ય અરજદારો સહિત કુલ 10થી 15 અરજદારોએ માંગણીઓ કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે અરજીની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે. ગામના નાગરિકો પાસે રીટર્ન અને ઓડીટ હિસાબો જેવા દસ્તાવેજો માંગવામાં આવે છે અને મોટા માથાઓ પાસે કોઈ કાગળો માંગવામાં આવતા નથી. જેથી યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવવા માંગ કરી છે અને કાર્યવાહી ના કરાય તો આવનાર દિવસોમાં ગામ લોકોને સાથે રાખીને હાઈકોર્ટમાં અરજી કરવી ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.