ઊર્જા બચતની સલાહ આપનારા જ કરે છે ભંગ:મોરબીની રોશની શાખાના બાબુઓ લાઇટ, પંખા ચાલુ રાખી ગાયબ!

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી પાલિકા કચેરીમાં રોશની શાખાના કર્મચારીઓનો રજવાડી ઠાઠ લાઈટ પંખા ચાલુ મૂકી ગાયબ થઇ ગયા. મોરબી નગરપાલિકામાં સ્ટ્રીટલાઈટની ફરિયાદોનો મારો ચાલે છે. શહેરના મુખ્ય માર્ગો પર અનેક લાઈટ રાત્રીના બંધ હાલતમાં રહે છે તો ઘણી લાઈટ દિવસે પણ ચાલુ રહે છે.

જો કે સૌથી મોટી વાત એ છે પાલિકા કચેરીમાં રોશની શાખામાં લોકોની સમસ્યા સાંભળનાર જ હાજર ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. પાલિકાના કર્મીઓ બપોરે 12 વાગ્યે ઓફિસના પંખા લાઈટ ચાલુ મૂકી બહાર નીકળી ગયા હતા. લોકોને ઉર્જા બચતની સૂફીયાણી સલાહ આપતા પાલિકાના કર્મચારીઓ જ ઉર્જાનો વ્યય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...