આગમચેતી:મોરબીમાં પ્રી-મોન્સૂન કામગીરીની રાહ

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે વોંકળા, ભૂગર્ભ ગટરોનાં પાણી નિકાલ ન થતાં શહેર જળબંબાકાર બન્યું હતું

હવામાન વિભાગ દ્વારા 15 જૂન પછી ગુજરાતમાં વિધીવત ચોમાસુ બેસી જવાની આગાહી કરવામા આવી રહી છે.અને આ વર્ષે વરસાદ પણ સામાન્ય કરતા વધારે રહેવાની આશા આવા સમયે મોરબી શહેરમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદને કારણે જળ બંબાકારની સ્થિતી સર્જાઈ હતી. શહેરનાં મોટા ભાગના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તો રોડ રસ્તા સંપૂર્ણ પણે જળબંબાકારમાં ફેરવાઈ ગયા હતા. 

અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે
શહેરની ભૂગર્ભ ગટર ચોક થવાને કારણે તેમજ વોકડા પર કચરો અને દબાણને કારણે પાણી નદીમાં જવાને બદલે નીચાણ વાળા વિસ્તારમાં ભરાઈ ગયા હતા. શક્તિ પ્લોટ, વિસ્તારમાં તો લોકોના ઘરમાં ઢીંચણ સમાં પાણી ભરાઇ ગયા હતા કલાકો સુધી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા તો રવાપર કેનાલ પણ બે કાંઠે વહેતી હોવાને કારણે આસપાસ વિસ્તારમાંથી નીકળતું પાણી પણ મોરબીના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યું હતું. ગત વર્ષેની ભૂલોમાંથી શીખી પાલિકા દ્વારા ચાલુ વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી કરે અને આ વર્ષે જો ગત વરસ જેટલો વરસાદ થાય તો લોકોને હેરાનગતિ ન થાય તેવી કામગીરી કરવા લોકોમાં માંગ ઉઠી છે. અંગે આયોજન કરવામા આવી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં 11થી વધુ નાલા અને વોકડાની સફાઈ માટે નિરીક્ષણ થઈ ચૂક્યું છે અને આ વોકડા સાફ કરવામાં આવશે જોકે આ કામગીરી. ક્યારે શરૂ થશે તે એક સવાલ છે. કારણ કે ચોમાસાને શરૂ થવાનાં હવે માત્ર 20 કે 25 દિવસ જેટલો સમય પણ બાકી રહ્યો છે.ત્યારે પાલિકા આ કામગીરી કયારે હાથ ધરશે તે એક સવાલ છે. 

ટેન્ડર કામગીરી ચાલી રહી છે
પ્રિ. મોન્સૂન કામગીરી માટે સર્વે અને તે કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્રણ એજન્સીનાં ટેન્ડર ભરાઈ ને આવી ચુક્યા છે. ઝડપથી ટેન્ડર ખુલશે અને ઓછા ભાવ આપનાર એજન્સીને કૉન્ટ્રકટ આપી કામગીરી શરુ કરી દેવાશે.ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...