તપાસ:ચૂંટણીના મનદુ:ખમાં મારી નાખવાની ધમકીથી આધેડનો આપઘાતનો પ્રયાસ

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના રવાપર ગામમાં બનેલી ઘટનામાં પોલીસ તપાસ શરૂ

મોરબીના રવાપર ગામે ચૂંટણીનો ખાર રાખી આધેડને મારી નાખવાની ધમકી દેતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોરબીના રવાપર ક્રિષ્ના સ્કૂલ વિસ્તારમાં રહેતા ભરતભાઇ બસિયાએ ગામમાં આવેલ હનુમાન મંદિર પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મોરબીના રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પત્ની વોર્ડ 12માં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા તો સામે પક્ષે ભીખાભાઇ આપાભાઈ જારીયાના પત્ની ચૂંટણી લડ્યા હતા

આ ચૂંટણીમાં ભરતભાઇની પત્ની હારી ગયા હતા જ્યારે ભીખાભાઇન પત્ની વિજેતા બન્યા હતા. ચૂંટણી જીતી ગયા બાદ પણ બન્ને વચ્ચે મનદુઃખ રહ્યું હતું અને તેનો ખાર રાખી ભીખાભાઈએ અમારી સામે ચૂંટણી કેમ લડી હતી તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. આરોપીના ત્રાસથી ભીખાભાઇએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...