તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરીનો પ્રયાસ:લાલપર નજીક બેંક ATMમાં ચોરીનો પ્રયાસ, એલાર્મ વાગતા 3 શખ્સ ભાગ્યા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સુધી પહોંચવા બેંક અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાશે

મોરબીના વાંકાનેર નેશનલ લાલપર ગામ પહેલા આવેલા શિવ શક્તિ ચેમ્બર નજીક એક્સીસ બેંકમાં બુધવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતાં અને બેંકના એટીએમને તોડવા પ્રયાસ કર્યો હતો અને એટીએમનો લોક તોડયો કે તુરત બેંકમાં લાગેલી સિક્યુરિટી સીસ્ટમ એક્ટિવ થઇ સાયરન વાગવા લાગતા આ શખ્સો મુઠીઓ વાળી ભાગી ગયા હતા. બીજી તરફ બેંકની હેડ ઓફિસ ખાતે એલર્ટ મેસેજ જતાં તેઓએ પોલીસને જાણ કરતા મોરબી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

મોરબીના લાલપર ગામ નજીક આવેલી શિવ શક્તિ ચેમ્બર બાજુમાં એક્સીસ બેંકમાં તસ્કરો ત્રાટકયા હતા અને બેંકના એન્ટ્રી ગેટ પાસે આવેલા એટીએમ તોડવા પ્રયાસ કર્યો અને એટીએમનો એક લોક તોડી નાખ્યો હતો. જો કે લોક તોડતાં સાથે જ સાયરન વાગવા લાગ્યું હતું. જેથી આરોપીઓ મૂઠીઓ વાળી નાસી છૂટ્યા હતા. બીજી તરફ બેન્ક સિસ્ટમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આ શખ્સો ફરાર થઇ ગયા હતા.

શુક્રવારે સવારે ફરીવાર ડીવાયએસપી રાધિકા ભારાઈ એલસીબી એસએસજીની ટીમ દ્વારા તપાસ કરી અન્ય કોઈ મુદામાલની ચોરી થઈ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત બેંકમાં લાગેલા સીસીટીવી અને આસપાસ અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી તસ્કરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેમજ સીસીટીવી ફૂટેજમાં ત્રણ લોકો બેંકની આસપાસ શંકાસ્પદ રીતે ફરતા સામે આવ્યા હતા. જો કે આ ઘટનામાં મોડે સુધી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...