તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પ્લોટમાંથી લાકડાં લઈ લેવાનું કહેતા વૃદ્ધા પર હુમલો કર્યો

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના લખધીરનગર ગામમાં બનાવ બન્યો
  • અન્યના પ્લોટમાં લાકડાં નાખ્યા છતાં પણ દાદાગીરી

મોરબીના લખધીરનગર ગામે આવેલા પ્લોટમાં લાકડા નાખવા મામલે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ વૃદ્ધાને માથામાં નળિયું મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે વૃદ્ધાએ તેમના પાડોશમાં રહેતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ)માં રહેતા મોંઘીબેન કેશુભાઇ જાદવના પ્લોટમાં આરોપીઓ દિપક વિરજી જાદવ અને અરજી વિરજી જાદવ નામના આરોપીઓએ ગત તા.31 મેના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યા વખત લાકડા નાંખેલ હોય જે લાકડા લઈ લેવા મોંઘી બેને લઇ લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા ગાળો આપી ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ બન્ને આરોપીઓએ મહેશભાઇ સાથે ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદીને માથામા નળીયું મારી ઇજા કરી હતી.

આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ પો.હેડ.કોન્સ. એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જેને હુમલો કર્યો તેના પ્લોટમાં લાકડા નાખ્યા ન હોવા છતા પણ હુમલો કરી દાદાગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...