મારામારી:યુવાન પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

આટકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીરનગરના નિત્યાનંદ વિસ્તારનો બનાવ
  • પાડા અંગે પૃચ્છા ન ગમતાં મારામારી કરી

વીરનગરમાં એક યુવાને ભેંસના પાડા અંગે ભરવાડ શખ્સને પૂછતાંં આ વાત તેને ગમી ન હતી અને એ શખ્સે લાકડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આટકોટ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વીરનગરના નિત્યાનંદ પ્લોટમાં રહેતા ડ્રાઇવિંગનું કામ કરતા હર્ષદભાઈ રમેશભાઈ બરવાળીયા નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી અને તેમાં આરોપી તરીકે વીર નગરમાં રહેતા મનસુખ ગળીયાનું નામ આપ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની પાસે ભેંસ હોય પાડાનું પૂછવા જતા મફતીયા પરામાં રહેતા મનસુખ ગળીયા એ ધસી આવી તમારે અહીં આવવું નહિ એમ બોલી અને ગાળો બોલી હતી અને યુવાને ગાળો આપવાની ના કહેતા મનસુખ ઉશ્કેરાયો હતો અને લાકડી વડે યુવાન પર હુમલો કર્યો હતો, સાથે જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. આટકોટ પોલીસે કલમ 323..504.506 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...