તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:મોરબીમાં પાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર પર હુમલો

મોરબી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીના અજાણ્યા શખ્સો છરી,ધોકાથી તૂટી પડ્યા

મોરબીમાં મહિલા કાઉન્સિલરના પુત્ર પર શુક્રવારે રાત્રે અજાણ્યા શખ્સોએ છરી ધોકા જેવા હથિયાર વડે કોઈ બાબતનો ખાર રાખી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવ બાદ ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવમાં પોલીસે યુવકનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે આ હુમલો કોણે અને શા માટે કર્યો તેનું કારણ આપ્યું નથી. આથી પોલીસે યુવાન પર હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે હુમલાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી પાલિકાના મહિલા કાઉન્સિલર લાભુબેન કરોતરાના પુત્ર હિરેન ગતરાત્રીના જીઆઈડીસી વિસ્તારમાં કોઈ કામથી બહાર હતા જે દરમિયાન અજાણ્યાં શખ્સ છરી ધોકા પાઇપ જેવા હથિયાર સાથે ધસી આવ્યા હતા અને છરી વડે હિરેનભાઈ પર હુમલો કરી ઇજા પહોંચાડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં લોકોના ટોળા હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મામલો થોડી વાર માટે તંગ બની ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ હોસ્પિટલમાં દોડી જઇ ફરીયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો