હુમલો:‘મારી દીકરીને હેરાન કેમ કરો છો’તેમ કહેતા વૃદ્ધ પર હુમલો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના મહેન્દ્રનગર નજીક બનાવ, એક સામે ફરિયાદ

મોરબીના મહેન્દ્રનગર નજીક મારી દિકરીને ખોટી રીતે હેરાન કેમ કરો છો તેમ કહેતા પિતાને લાકડી ફટકારી અને અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. મહેન્દ્રનગર ગામમાં આવેલ ITI સામેના મફતીયાપરામાં રહેતા રાજસીભાઈ ભગવાનજીભાઈ માલદેવ દિકરી જશુબેનને તેના પતિ સાથે બોલાચાલી થઇ હોય અને માવતરે આવતા ત્યા આરોપી સંજયભાઈ પ્રવિણભાઈ મારૂને સારું ન લાગતા લાકડી લઈને ઘરે આવ્યો હતો અને બોલાચાલી કરી હતી જેથી રાજસીભાઈએ આરોપીને મારી દિકરીને ખોટી રીતે હેરાન કેમ કરો છો તેમ કહેતા આરોપી ઉશકેરાઈ ગયો હતો અને લાકડીથી ફરિયાદીને માર મારી ઢીકાપાટુ મારી ગાળો આપી સાહેદો વચ્ચે પડતા છરી કાઢી ફરીયાદીને સામાન્ય ઈજા પહોચાડી મુંઢ માર માર્યો હતો. આ બનાવની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉછીના પૈસા ન આપવા મુદ્દે યુવાન પર હુમલો
મોરબીમાં પાસે હાથ ઉછીના પૈસા ન આપતા બે વ્યક્તિને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબીના ભડિયાદ કાંટે આવેલા હરીઓમ સોસાયટી નજીક રહેતા પ્રવિણભાઈ કરશનભાઈ રાઠોડ અડીયાદ કાંટા પાસે ચાલવા માટે ગયા ત્યારે એક શખ્સે ફરીયાદી પાસે હાથ ઉછીના પૈસા માંગતા જે ફરિયાદી નહી આપતા મહેશ દેવજીભાઈ વણોલ તથા મહેશ કાંતીલાલ ભંખોડીયાએ બોલાચાલી કરી હતી અને પ્રવીણભાઈ પર હુમલો કરી ગાળો આપી હતી. આ બનાવની બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...