તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:હડમતિયા પાસે ભેંસ શોધવા ગયેલા યુવાન પર હુમલો, લૂંટ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, દાગીનાની લૂંટ ચલાવી આરોપી ફરાર

ટંકારાના ઊગમણા નાકે રહેતા અને મજૂરીકામ કરતા સારૂભાઈ ભાણાભાઈ વાઘેલા નામના 40 વર્ષનો યુવાન દિવસ ના લજાઈની સીમમાં ભેંસો ચરાવવા ગયો હતો. સાંજે પોતાના ઘરે આવ્યા બાદ તેમની ભેસ ઘરે આવી ન હોય ભેસ શોધવા હડમતીયા અને લજાઈ ગામની સીમમાં ગયા હતા.

અંધારાનો લાભ લઇ જ્યા ત્રણ જેટલા શખ્સ ત્રાટકયા હતા ધોકા જેવા હથિયાર વડે હુમલો કરી અને સારુભાઈના ગળામાંથી એક તોલા સોનાની ડોડી તથા ખિસ્સામાં રહેલા 5000 રૂપિયા લૂંટી લઇ બેફામ માર માર્યો હતો.ઇજા ગ્રસ્ત હાલતમાં સારુભાઈ નજીક આવેલા સ્ટોન ક્રશર નજીક પહોંચી જતા ત્યાં કામ કરતા લોકો દોડી ગયા હતા જે બાદ આ લૂંટારું ગેંગ ભાગી છૂટી હતી.ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ સારૃ ભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલત વધુ ગંભીર જણાતા હાલ ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો