ધમકી:કેન્ટીન પાસે દેકારો કરવાની ના પાડતા યુવક પર હુમલો

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના અમરેલી ગામ નજીકની ઘટના
  • યુવાનને જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી કંડલા બાયપાસ રોડ પર અમરેલી ગામ નજીક સીનેમાના અંદર આવેલી કેન્ટીનમાં મોટેથી દેકારો કરવાની ના પાડતા યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અમરેલી ગામની સીમમાં મોરબી કંડલા બાયપાસ પર આવેલ નેક્ષસ સીનેમાના સ્ટાફ કવાર્ટરમાં રહી નોકરી કરતા રાહુલસિંગ ઠાકોરને હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા, વિમલ હરજીભાઇ ભુવા, તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અમરેલી ગામની સીમ મોરબી કંડલા બાયપાસ રોડ નેક્ષસ સીનેમાના અંદરના ભાગે આવેલ કેન્ટીનમાં આરોપીઓએ મોટેથી દેકારો કરવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા ફરિયાદીને શરીર પર મુંઢ ઇજા થઇ હતી અને ફરિયાદીને બહાર નીકળશે ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધીને તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...