તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડ પર હુમલો:મોરબીના વીસીપરામાં રોડનું કામ અટકાવવા મામલે આધેડ પર હુમલો

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સામાપક્ષે મહિલાએ હુમલા કર્યાની ફરિયાદ નોંધાવી, મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોડની કામગીરી અટકાવવા મુદ્દે એક સામાજિક કાર્યકર પર એક મહિલા સહિત ત્રણ શખસે હુમલો કર્યો હતો. તેમજ કાર્યકરને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો સામાપક્ષે મહિલાએ આરોપીઓ સુખાભાઈ ઉર્ફે દેવજીભાઈ સોલંકી, અજાણ્યો માણસ તથા તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે,સામાજિક કાર્યકર પર હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના વિસીપરામાં વિસ્તારની શાંતિવન સોસાયટીમાં રહેતા સમાજીક કાર્યકર મુળજીભાઈ દેવજીભાઈ તેમના સબંધી રમેશભાઈ દુદાભાઈ પરમાર સાથે પોતાની અર્ટીકા ગાડી લઈને સેવાસદન તરફ જતા હોય તે દરમ્યાન શાંતિવન સોસાયટી પ્રાથમિક શાળાની પાસે રામજીભાઈના મકાનની સામે રોડનુ કામ ચાલુ હોય જેથી તેઓએ રોડનુ કામ અટકાવતા કોન્ટ્રાક્ટર સુખાભાઈ આવ્યા હતા અને તેઓને ફરીયાદીએ કહેલ કે મારે આ રોડ બાબતે કોર્ટમા કેસ ચાલુ છે. તમે કોને પુછીને કામ કરો છો. તેવુ જણાવતા આરોપી સુખાભાઈએ બિભત્સ ગાળો બોલી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી.

તે દરમ્યાન બીજા આરોપી તથા તેની પત્ની આવેલ અને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા જે બાદ મૂળજીભાઇએ સુખાભાઈ ઉર્ફે દેવજીભાઈ સોલંકી, અજાણ્યો માણસ તથા તેની પત્ની સામેબી ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવી હતી કે, સામાપક્ષે સાયરાબેન અલીભાઇ આમદભાઇ સુમરા (ઉ.વ.૪૯) એ આરોપી મુળજીભાઇ દેવજીભાઇ સોલંકી સામે સોસાયટીમા ચાલતુ રોડનુ કામકાજ રોકાવતા ફરીયાદી તથા ફરીયાદીના પતિ તેમને કહેવા જતા આ કામના આરોપીએ ઉસ્કેરાઇ જઇ ફરીયાદી તથા તેના પતિને ઢીકાપાટૂનો માર મારી બિભત્સ ગાળો આપી તેમજ ફરીયાદી મહીલા પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો