તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કામગીરી:સફાઈ સપ્તાહનો પ્રારંભ ,મોરબીમાં પાલિકાના હોદ્દેદારોએ સાવરણા ઉઠાવ્યા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરદાર પટેલ સ્ટેચ્યુથી અભિયાનનો પ્રારંભ - Divya Bhaskar
સરદાર પટેલ સ્ટેચ્યુથી અભિયાનનો પ્રારંભ
 • આગામી સમયમાં વધુ તેજ ગતિએ સફાઈ ઝુંબેશ ચલાવી સ્વચ્છ બનાવવા આહ્વાન

સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આગામી સપ્તાહમાં મોરબી શહેરમાં સર્વેક્ષણ માટે આવી શકે છે. આ સર્વેમાં શહેર સ્વચ્છ અને સુંદર બનાવવા મોરબી પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી તેજ કરી દેવાઈ છે. ત્યારે આજથી મોરબી શહેરમાં સ્વચ્છતા સફાઈ સપ્તાહ શરૂ કરવામા આવ્યું છે.

મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજ સિંહ જાડેજા, 15 થી વધુ કાઉન્સિલર અને અન્ય હોદેદારોની આગેવાનીમાં આજે શનાળા રોડ પર આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને બસ સ્ટેશન, સુપર માર્કેટ, આશાપુરા ટાવર, ઓમ શાંતિ શાળાનું ગ્રાઉન્ડ સરદાર બાગ પાસેના વિસ્તારમાં તેમજ નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ સુધી અને નવા બસ સ્ટેન્ડથી રવાપર તરફ જતા શનાળા રોડ ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બે કલાક સુધી ચાલેલી આ સફાઈ અભિયાનમાં 4 ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કર્યો હતો.

આગામી એક સપ્તાહ સુધી પાલિકા દ્વારા અલગ અલગ વોર્ડ વિસ્તારમાં આ રીતે સફાઈ અભિયાન ચલાવી મોરબીને સાચા અર્થમાં સ્વચ્છ અને રળિયામણું બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. તેવો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ મોરબી શહેરના તમામ નાગરિકને આ અભિયાનમાં જોડાવવા અને જેમ પોતાનું ઘર સ્વાચ્છ સુઘડ બનવવા પ્રયત્ન કરીએ છીએ તેમ શહેરને પણ પોતાનું જ ઘર સમજી સફાઈ માટે આગળ આવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો