જુગારીયાઓની ખેર નથી:મહેન્દ્રનગરમાં સિરામિક ઓફિસમાં ધમધમતા જુગારધામ પર રેડ, સાત ઈસમો સહિત રૂ. 6.88 લાખની રોકડ રકમ ઝબ્બે

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં બેસીને જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈ રૂ. 6.88 લાખની રોકડ જપ્ત

મોરબી પંથકમાં પવિત્ર શ્રાવણ માસમાં જુગારીઓની મોસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારીઓ અડ્ડો જમાવતા હોય છે. ત્યારે મહેન્દ્રનગર ગામ નજીક ઓફિસમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઓફિસમાં બેસીને જુગાર રમતા સાત ઇસમોને પોલીસે ઝડપી લઈને રૂ. 6.88 લાખની રોકડ જપ્ત કરી છે.

રૂ. 6.88 લાખની રોકડ ઝડપી સાતની ધરપકડ
મોરબી એલસીબીની ટીમ જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન મહેન્દ્રનગર નીલકંઠ શોપિંગ, નેરોવા સિરામિક એલએલપી નામની ઓફિસમાં બેસીને કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેથી મોરબી એલસીબી ટીમે ઓફિસમાં રેડ કરી હતી. ત્યારે ઓફિસમાં જુગાર રમતા પરેશ બેચરભાઈ પટેલ, નીતેશ ઉર્ફે ભરતભાઈ રતિલાલ પટેલ, અનીલ રવજીભાઈ પટેલ, દિનેશ ઉર્ફે દીપક હરજીભાઈ પટેલ, દિલીપ બાબુભાઈ પટેલ, અશોક ભાણજીભાઈ પટેલ અને સુનીલ છગનભાઈ પટેલ એમ સાત ઇસમોને ઝડપી લેવાયા છે.

પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ. 6 લાખ 88 હજાર 500 જપ્ત કર્યા છે. તો રેડ દરમિયાન આરોપી હરેશ ઉર્ફે કારો નરસી પટેલ હાજર નહિ મળી આવતાં મુદામાલ બી ડીવીઝન પોલીસમાં સોંપવામાં આવ્યો હતો અને પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...