નૂતન વર્ષાભિનંદન:મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડાંરિયાએ શહેરીજનો અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

મોરબીએક મહિનો પહેલા

મોરબીમાં નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી ચાલી રહી છે. આજે નવાવર્ષના દિવસે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કાર્યકરો અને આગેવાનો સાથે મળીને મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે નવા વર્ષની ઉજવણી કરી હતી. તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદદિયા, ભાજપ અગ્રણી રવિસનાવડા સહિતના અગ્રણીઓ તેમજ સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સહિતના લોકો જોડાયા હતા અને એક બીજાને હર્ષભેર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે મોહનભાઈ કુંડારિયાએ તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તો ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તમામ લોકો રાષ્ટ્ર ભક્તિના કામ કરે અને ભારતને વિશ્વ ગુરુ બનાવામાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...