તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દી ઘટ્યા, એક વોર્ડ બંધ કરાયો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં પણ એક વોર્ડ પણ બંધ કરાયો - Divya Bhaskar
છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં પણ એક વોર્ડ પણ બંધ કરાયો
  • કોરોનાની ગતિ ધીમી પડી, મોરબી જિલ્લાના અનેક કોવિડ સેન્ટરમાં હવે કોરોના પોઝિટિવ દર્દીઓ આવતા ન હોવાથી બંધ થવા લાગ્યા

મોરબી જિલ્લામાં માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરને પગલે હોસ્પિટલમાં બેડ અને દવાઓ ખુટી પડી હતી. જે મે માસની શરૂઆતથી કોરોનાની ગતિ ધીમી પડતા હવે એક સમયે હાઉસફુલ રહેતા સંસ્થાકીય અને વિવિધ જ્ઞાતિ સંચાલિત કોવિડ કેર સેન્ટર પણ બંધ થવા લાગ્યા છે. છેલ્લા ચાર દિવસમાં જ અંદાજે 605 બેડની સુવિધા ધરાવતા આવા પાંચ કોવિડ કેર સેન્ટરની સાથે સાથે મોરબી સિવિલ હોસ્પિટલનો એક વોર્ડ પણ કોરોના દર્દીઓની સંખ્યા ઘટતા બંધ કરી દેવાયો છે.

એપ્રિલ મહિનામાં પ્રથમ અઠવાડિયાથી જ મોરબી શહેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોને તરખાટ મચાવતા ખાનગી અને સિવિલ હોસ્પિટલ ટૂંકી પડતા વિવિધ જ્ઞાતિઓ અને સંસ્થાઓ આગળ આવી કોવિડ કેર સેન્ટર શરૂ કરતા આ કોવિડ કેર સેન્ટર પણ એક તબક્કે હાઉસફુલ થઈ ગયા હતા. બીજી તરફ મે માસમાં કોરોના સંક્ર્મણ ઘટતા ધીમે-ધીમે કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ઘટી જતા છેલ્લા ચાર દિવસમાં અંદાજે 605 બેડની સુવિધા વાળા પાંચ કોરોના કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે.

મોરબીમાં બંધ કરવામાં આવેલા કોરોના કેર સેન્ટરની વિગતો જોઈએ તો પાટીદાર સમાજ દ્વારા દર્દીઓની સંખ્યા વધતા છાત્રાલય રોડ ઉપર શરૂ કરાયેલા 350 બેડની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર, રઘુવંશી સમાજ સંચાલિત 50 બેડનું કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો સિરામીક ગ્રુપ સંચાલિત 110 બેડનું કોવિડ કેર સેન્ટર, સતવારા સમાજ સંચાલિત 50 બેડનું કોવિડ કેર સેન્ટર અને બ્રહ્મસમાજ સંચાલિત 45 બેડનું કોવિડ કેર સેન્ટર કોરોનાના દર્દી ઘટતા બંધ કરવામાં આવ્યું છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાતા સિવિલ હોસ્પિટલમાં પણ એક વોર્ડ પણ બંધ કરવામાં આવ્યો છે.

ટેસ્ટ પણ ઘટ્યા
તારીખટેસ્ટિંગ
3-51803
4-51886
5-51627
6-51468
7-51400
8-51360
9-5968
10-51231
11-51141
12-51028

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...