મોરબી પંથકમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે, ઉપરાંત ચોરી અને લૂંટફાટ જેવા કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે જીલ્લા એસપી, એલસીબી પીઆઈ અને પોલીસના અન્ય અધિકારીઓ દ્વારા ઉદ્યોગપતિઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પોલીસ ટીમ ઓદ્યોગિક વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારશે
મોરબી સિરામિક એસો હોલ ખાતે જીલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી પીઆઈ સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. જે પ્રસંગે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા સહિતના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. મીટીંગમાં ટ્રાફિક અને ચોરી લૂંટફાટ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સિરામિક એકમો તા.10 ઓગસ્ટથી એક માસ બંધ રહેવાના હોય ત્યારે પ્લાન્ટમાં ચોરીના કિસ્સાઓ ના બને તે માટે સિક્યુરીટી સ્ટાફને એલર્ટ રાખવો, મેઈન ગેટ પર સીસીટીવી કેમેરા અને પ્લાન્ટમાં સાયરન રાખવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. તો પોલીસ ટીમ ઓદ્યોગિક વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ વધારશે તેમ પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. તો ફેકટરીએ જતા ઉદ્યોગકારોએ એક કારમાં ત્રણથી ચાર વ્યક્તિ સાથે જવું જેથી ટ્રાફિક સમસ્યા ઘટાડી સકાય તેવું સૂચન પણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.