તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:મોરબીમાં ચાલુ ફરજે કોરોનાથી મૃત્યુ પામેલા PSIના પરિવારને સહાય

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર પોલીસ અધિકારીના પરિવારને મોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. 25 લાખની સહાયઅપાઇ છે.મોરબીમાં રીડર શાખામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડાનું વાઇરસ સંક્રમણના કારણે ગત 13 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. ગૃહવિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુટુંબને સહાયની રકમ ચૂકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી દ્વારા સહાય ચૂકવવા અંગે દરખાસ્ત કરાઇ હતી.

પોલીસ મહાનિર્દેશક, મુખ્ય પોલીસ અધિકારી દ્વારા સહાય મંજૂર થતાં 8 જુલાઈ 2021ના રોજ સબ ઇન્સપેક્ટર સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના પુત્ર નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના હસ્તે રૂ.25 લાખનો ચેક સુપરત કરી સહાય ચૂકવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...