તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:મોરબીમાં વેક્સિનેશનની ઝડપ વધી, સિનિયર સિટિઝન્સ હજુ નિરુત્સાહી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષથી વધુ વયના 59,039 લોકોએ જ મુકાવી વેક્સિન

મોરબી જિલ્લા કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ વેક્સિન લેવા બાબતે જાગૃતિ જોવા મળી હતી અને લોકો વેક્સિનેશન સેન્ટર પર આવતા થયા હતા. જો કે આ ઉત્સાહ હાલ સિનિયર સિટિઝનમાં ઘટી રહ્યો છે. મોરબીમાં આજ દિન સુધીમાં કુલ 2,76,180 ડોઝ આપ્યા છે. જેમાં 2,12,248 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 63,932 લોકોને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. જો કે ઉંમર મુજબ જોઈએ 4 જુનથી 18થી 45 વયના લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું હતું. માત્ર 20 દિવસમાં જ અંદાજીત 79,986 યુવાને વેક્સિન મેળવી જેની સામે માત્ર સિનિયર સીટીઝનની સંખ્યા હજુ 59,039ની આસપાસ પહોંચી છે.

તેવી જ રીતે 45થી 60ના વયના 73,191 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. આમ 45 થી ઉપરના તમામના આંક જોઈએ તો 1,31,230 લોકોએ વેક્સિન લીધી છે. મોરબી જિલ્લામાં એક તરફ યુવાનોમાં વેક્સિનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ 50થી વધુ વયના લોકો માં વેક્સિનેશનનું પ્રમાણ ઘટ્યું છે.જો ત્રીજી લહેર આવશે, તો આ 50થી વધુ વય જૂથના લોકો પર ફરી એકવાર સંક્રમણ થવાની સંભાવના છે.

વેક્સિનને લઈ ગ્રામ્યમાં જાગૃતિના કાર્યક્રમો જરૂરી
મોરબીમાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ છેવાડા વિસ્તારમાં અંધશ્રધ્ધા અને ડરથી સિનિયર સિટિઝન હજુ વેક્સિન લેવામાં પાછા પડી રહ્યા છે. જો ગ્રામ્યમાં તેમજ છેવાડાના વિસ્તારમાં સંગઠનો,ધાર્મિક સંસ્થાઓ કાર્યકરો જાગૃતિ અભિયાન ચલાવવે તે જરૂરી છે જો છેવાડાના લોકો વેક્સિનેશન સેન્ટરે આવી વેક્સિન લેશે તો વેક્સિનેશન ઝડપી થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...