શ્રમિકોમાં રોષ:સર્વર ડાઉન થઈ જતા ઇ.શ્રમ કાર્ડ કઢાવવા ગયેલા મજૂરોને થયા ધક્કા

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાત પગારે રજા રાખી જતા હોય વારંવાર આ સમસ્યાથી શ્રમિકોમાં રોષ

કેન્દ્ર સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ટૂંક સમય પહેલા નાના મોટા ધંધા રોજગાર કરતા પરિવારોનો એક ડેટા બેજ તૈયાર કરવા માટે ઇ-શ્રમ કાર્ડની નોધણી કરવાની શરૂઆત કરવામાં આવી છે જોકે મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન વેબસાઈટ પર વધુ લોડ હોવાના કારણે સર્વર ડાઉન રહેવાથી શ્રમજીવી લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રમજીવી પરિવારની નોધણીનો કાર્યકમ ચાલી રહ્યો છે ભારત સરકાર દ્વારા શ્રમ જીવી પરિવારો માટે ઇ-શ્રમ કાર્ડ થી નાના મોટા ધંધા રોજગાર કરતા પરિવારો માટે આર્શીવાદરૂપ આવ્યુ છે ત્યારે છેલ્લા ચાર દિવસથી સમગ્ર મોરબી જિલ્લામાં સર્વર ડાઉન હોવાને લઇ શ્રમજીવી પરિવારોએ ધંધો રોજગાર બંધ રાખી કાર્ડનો લાભ લેવા પહોંચેલા ગ્રાહકોને કાર્ડનો લાભ મળ્યો નથી. સરકારી વેબસાઈટના ધાંધિયા અને મંથરગતિએ થતી કામગીરીને પગલે સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને શ્રમજીવી પરિવારોને શ્રમ કાર્ડનો લાભ ક્યારે મળશે તેવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...