તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ઉમેદવારો અને ટેકેદારો જે પળની રાહ જોઇ રહ્યા હતા એ નજીક આવતી ગઇ , તેમ તેમ મહામારી કોરોના ભૂલાતો ગયો અને ટિકિટનો ઉત્સાહનો કેફ વધુને વધુ ચહેરા પર ચડતો ગયો. ફોર્મ ભરતી વખતે ઉમેદવારો ઉત્સાહની સાથે ક્યાંક માસ્ક ભૂલ્યા તો વળી ટેકેદારોએ ભીડ જમા કરી બેજવાબદારીના દર્શન કરાવ્યા. અહીં કોઇને એક પણ પળ માટે કોરોના યાદ ન આવ્યો, કોઇ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું કહેવા વાળું પણ હાજર ન હતું અને ઉમેદવારો અને અધિકારીઓ સેવા સદન, તાલુકા પંચાયત કચેરી ખાતે ટોળે વળવાનું ભૂલ્યા નહીં.
આ ભીડ અને બેજવાબદારી દિવાળી બાદ જેમ કોરોના વધ્યો તેમ હવે હોળીના તહેવાર પહેલાં કોરોના હોળી ન કરે તો જ નવાઇ. લોકશાહીમાં ચૂંટણી પર્વ આગવું મહત્વ ધરાવે છે પરંતુ એ યાદ રાખવું ઘટે કે કોરોના આપણને નથી ભૂલ્યો. આ ભીડ ખતરનાક બની શકે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.