સાઇકલ યાત્રા:ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થતાં જ પિતા આવા 350 બાળકના ‘પથદર્શક’ બની ગયા

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના વિજય ઓરિયાએ મેન્ટલ રિટાર્ડેશન વિશે જાગૃતિ લાવવા સાઇકલ યાત્રા કરી 212 જિલ્લા ખૂંદી નાખ્યા

કિશન પરમાર :
મોરબીમાં પોતાના ઘરે મનોદિવ્યાંગ બાળકનો જન્મ થયા બાદ પિતાએ પોતાની વ્યક્તિગત કારકિર્દી કોરાણે મૂકીને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે સંસ્થા શરૂ કરી, એટલું જ નહીં, અન્ય બાળકોને પણ પ્રશિક્ષિત કર્યા અને આવી બીમારી વિશે જાગૃતિ લાવવા સાયકલ યાત્રા કરી અને 212 જિલ્લા ખુંદી વળ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે આ યુવાન એક નહીં, 350 આવા સ્પેશિયલ બાળકોના પાલનહાર બની ગયા છે.

વ્યક્તિગત કારકિર્દી કોરાણે મૂકીને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે સંસ્થા શરૂ કરી
અહીં વાત ચાલી રહી છે વિજયભાઇ ઓરિયાની. 2004માં તેઓ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યા હતા અને તેમના ઘરે નવા મહેમાનનું આગમન થયું. જયને શરૂઆતમાં કમળો થયો અને તેની સારવાર દરમિયાન જાણવા મળ્યું કે જય નોર્મલ નથી. સ્પેશિયલ ચાઇલ્ડ છે. તબીબે ઘટસ્ફોટ કર્યો કે તેનેમેન્ટલ રિટર્ડેશન નામની બીમારી છે. તેની બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ ખૂબ ઓછી છે.

350 આવા સ્પેશિયલ બાળકોના પાલનહાર બની ગયા
વિજયભાઇએ હિંમત ન ગુમાવી, પત્ની ઘર અને સંતાનને છોડીને જતી રહી, પોતે કારકિર્દીને અધવચ્ચે છોડી જય અને તેના જેવા બાળકોને મદદ કરવાનું ભગીરથ સેવા કાર્ય શરૂ કરી દીધું. તેમણે ભાવનગરની નટરાજ કોલેજમાં ડાઉન સિન્ડ્રોમ કે આવી બીમારીના બાળકોની કેવી રીતે કાળજી લેવી તે અંગેનો (DSECP)નો અભ્યાસ કર્યો . ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને જય સ્થિતિમાં ઘણો સુધારો થયો.

શારીરિક અને માનસિક વિકાસ માટે જય ઓરિયા શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ ​​​​​​​
આજે જય રોજિંદા બાળક જેવું જીવન જીવવા લાગ્યો છે. મેન્ટલ રીટર્ડેશન બીમારી હોવા છતાં જય ડાન્સ મોડેલિંગ સ્પોર્ટ્સ એકટીવિટીમાં પણ જોડાયો છે. તેણે સ્પેશ્યલ રમતોત્સવમાં પણ સ્ટેટ લેવલની દોડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બીજો ક્રમ મેળવ્યો. રાજસ્થાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં ડાઉનસિન્ડ્રમ બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ માટે જય ઓરિયા શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ મેળવી ચૂક્યો છે .

આવા ‘ ખાસ’ બાળકોને શોધી તેમના માતા- પિતાને મળ્યા
વિજયભાઇને પોતાના બાળકમાંથી જ શીખ મળી કે આવા બાળકોના માતા પિતાની કેવી હાલત થતી હશે? આથી ત્રણ વર્ષ પહેલાં આવા બાળકોને શોધવા અને તેમના માતા પિતાને બાળકોની કાળજી રાખવા અંગે માહિતી આપવા મિશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ નામથી સાયકલ યાત્રા કરી હતી અને માનસિક બીમાર બાળકોની શોધખોળ આરંભી.
બાળકોની કાળજી ઉછેર અંગે માહિતી આપી
​​​​​​​
તેઓએ રાજ્યના12 જિલ્લાના 84 તાલુકા વિસ્તારમાં 2000 કિમી જેટલું અંતર સાયકલથી ફર્યા હતા અને 350 બાળકોને શોધી તેમના માતા પિતાને મળ્યા હતા અને બાળકોની કાળજી ઉછેર અંગે માહિતી આપી હતી, આજે પણ આવા બાળકોના માતાપિતા સાથે તેઓ સંપર્કમાં છે અને માર્ગદર્શન આપે છે.

ડાઉન સિન્ડ્રમ પીડિત બાળકો માટે ખાસ સંસ્થા શરૂ કરી દીધી

મોરબી આસપાસના માનસિક બીમાર બાળકોની કાળજી લઇ શકાય તે માટે વિજયભાઈએ મિશન ફોર સ્પેશ્યલ ચાઈલ્ડ શરૂ કર્યું છે અને આવા બાળકોની કાળજી અને દેખરેખ માટે દાતાઓના સહયોગથી નવલખી રોડ પર પ્રિવોકેશન ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે. અહીં 18 વર્ષની ઉમરના 8 બાળકો રહે છે. આ બાળકોના પાલક પિતા બની વિજયભાઈ આવા ડાઉનસિન્ડ્રમ પીડિત બાળકોને શારીરિક તાલીમ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...