વિધાનસભા ચુંટણીને પોલીસ એલર્ટ:મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ​​​​​​​ત્રણ બુટલેગરોને પાસા તળે જેલ ધકેલ્યાં

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને લઈ અરજી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા આવી પ્રવૃતિની ગંભીરતા સમજી ત્રણ બુટલેગરો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો.

પાસા વોરંટ ઈશ્યુ થતા મોરબી એલસીબી અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દ્વારા યોગીરજ્સિંહ ખોડુભા વાઘેલા, ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ મેર અને ધનરાજસિંહ શાંતુભા મકવાણા રહે ત્રણેય મોરબી વાળા બુટલેગરોને ઝડપી લઈને અમદાવાદ અને વડોદરા જેલ મોકલી દેવામાં આવ્યા છે.

જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, એ દીવીન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમ જોડાયેલ હતી

અન્ય સમાચારો પણ છે...