જુગારની મોસમ જામી:મોરબીમાં જુગાર રમતા ત્રણ ડઝન જેટલા શખ્સોએ જાહેરમાં અડ્ડો જમાવ્યો, ૩૧ લાખથી વધુના મુદામાલ સાથે કાર્યવાહી હાથ ધરી

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જીલ્લામાં જુગારની મોસમ જામી હોય તેમ જુગારીઓ ગમે ત્યાં જાહેરમાં અડ્ડો જમાવી જુગાર રમતા જોવા મળે છે. જેમાં 34 શખ્સોને રૂપિયા 31 લાખથી વધુના મુદામાલ સાથે પોલીસ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી સીટીએ ડીવીઝન પોલીસે ભક્તિનગર સર્કલ એસ્સાર પંપ પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા હનીફ કાળવા, હેમત ચૌહાણ, પ્યારૂભાઈ પરમાર, હુશેન કાથરોટીયા અને જીતેષ વાલાભાઈ ચૌહાણ એમ પાંચ ઇસમોને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ 30,300 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજા દરોડામાં હળવદ પોલીસે સુંદરીભવાની મંદિર પાછળ જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા આરોપી દેવશીભાઇ સિતાપરા, નથુભાઇ પાટડીયા, ભરતભાઇ જેજરીયા, શામજીભાઇ સીતાપરા , ભરતભાઇ ઓળકિયા, હરેશભાઇ પાટડીયા, બળદેવભાઇ મોલાડીયાની ધરપકડ કરીને રોકડ રકમ રૂ 33,750 જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે. તો ત્રીજા બનાવમાં લાલપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા બળદેવભાઈ પોરડીયા, મનોજભાઈ વિડજા, જયપ્રકાશ પટેલ, સંતોષ યાદવ અને મોહન વાસકલ એમ પાંચ શખ્સોને રોકડ રકમ રૂ 14,020 સાથે ઝડપ્યાં હતા. તો ચોથા બનાવામાં મોરબી સીટીએ ડીવીઝન પોલીસે રાજપર રોડ પર આવેલ સીટી એલ્યુમીનીયમ એન્ડ સ્ટીલ કારખાનામાં દરોડો પાડતા જેમાં જુગાર રમતા કિશોરભાઈ પટેલ, નીલેશભાઈ પટેલ, નીલેશભાઈ સનીયારા, મહેશભાઈ સનીયારા, રમેશભાઈ પટેલ, નીલેશભાઈ ભીમાણી એમ છ ઇસમોને ઝડપી સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ 8,76,500 અને બે કાર કીમત રૂ 20 લાખ મળીને કુલ રૂ 28,76,500 ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યું હતું અને તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચમાં બનાવમાં સજનપર ગામની સીમમાં પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રણજીતસિંહ ઝાલા, મુકેશભાઈ શાહ, મનીષભાઈ જાડા, કેતનભાઈ ગોહેલ, ભુપેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા એમ છ ઇસમોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ 50,500 અને ઇકો કાર કીમત રૂ 1 લાખ મળીને કુલ રૂ 1,50,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. તો છઠ્ઠા બનાવમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર ગણેશનગર પ્રાથમિક શાળા પાસેથી જુગાર રમતા કિશન પરસાડીયા, વિજયભાઈ સરૈયા, કરણભાઈ બાંભવા, છોટાલાલ રાવા અને અજયભાઈ ગોહેલ એમ પાંચને ઝડપી રોકડ રકમ રૂ 10,500 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...